Damanganga Times.

Damanganga Times.

March 10, 2026

વાપી મનપાની કડક વેરા વસૂલાત જારી

વાપી મનપાની કડક વેરા વસૂલાત જારી


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૯ ઃ વાપી મહાનગરપાલિકા ઘર વેરા વિભાગ દ્વારા માર્ચ માસના પ્રથમ સાહમાં ઍક હોસ્પિટલ સહીત ૧૧૩ કમર્શિયલ મિલકતોને સીલ મારી કુલ રૂ. ૯૫ લાખના વેરા વસૂલાત કરવામાં આવી હતી. કમિશ્નર યોગેશ ચૌધરીઍ માર્ચ માસમાં વેરા વસૂલાતની સઘન ઝુંબેશ ચલાવવા માટે આપેલી સૂચનાના અનુસંધાને ટેક્ષ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ ઠક્કરે ત્રણ ટીમો બનાવી લક્ષ્યાંક પૂર્ણ કરવા કડક વસુલાત ઝુંબેશ શરૂ કરી છે. જે અંતર્ગત ચલા વિસ્તારમાં વિનાયક સેન્ટરમાં રૂ. ૧૦ લાખનો વેરો બાકી હોય ઍક હોસ્પિટલને સીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત ચલાના વૈભવ ઍન્કલેવમાં ટ્રાન્સપોર્ટ ઓફિસ, વાપીમાં જસ ઍપા.માં સલૂન અને હોટલ, તિરુપતિ ટાવરમાં ૬ ઓફિસ, તુલસી દર્શનમાં ૪ દુકાનો, સાઈ મેજેસ્ટીમાં ૪ દુકાનો, ડુંગરા મહાવીરનગરમાં ૩ ગોડાઉન વગેરે મળી ૧૧૩ કમર્શિયલ મિલકતોને તાળા મારી કાર્યવાહી કરી માર્ચ માસના પ્રથમ સાહમાં રૂ.૯૫ લાખની વસૂલાત કરવામાં આવી હતી. આ વર્ષમાં ૮૫ „ થી વધુ વસૂલાત કરી લેવામાં આવી છે. બાકી રહેલા કરદાતાઓ સામે કાર્યવાહી ચાલી રહી છે. માર્ચમાં ૬ „ મુજબ દંડકિય વ્યાજ લાગે છે અને ૩૧ માર્ચ સુધીમાં વેરો ભરવામાં નહિ આવશે તો બાકી રકમ ઉપર ૧ ઍપ્રિલથી ૧૨ „ વ્યાજ લાગી જશે. દંડકીય વ્યાજ અને સીલિંગ જેવી કડક કાર્યવાહીથી બચવા માટે પોતાનો બાકી પ્રોપર્ટી ટેક્ષ ૩૧ માર્ચ પહેલાં જમા કરાવવા ઍક યાદીમાં જણાવવામાં આવ્યું છે.