Damanganga Times.

Damanganga Times.

March 11, 2026

આખરે તિથલ બીચ પર હાઈમસ્ટ લાઈટો ઝળહળી

આખરે તિથલ બીચ પર હાઈમસ્ટ લાઈટો ઝળહળી


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૯ ઃ વલસાડના તિથલ બીચ પર મૂકવામાં આવેલી હાઈમસ્ટ  લાઈટ   ચાલુ થતા સહેલાણીઓ, ખાણીપીણીની લારી ચલાવનારા ને મોટી રાહત મળી છે.  વલસાડના દરિયા કિનારાને પ્રવાસન સ્થળ તરીકે વિકાસવા માટે સરકાર દ્વારા કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે. તેમ છતાં આજે પણ વલસાડ તિથલ બીચ દરિયા કિનારો સુવિધાથી વંચિત રહ્ના છે જેના કારણે દૂર દૂરથી  આવનારા સહેલાણીઓ પ્રવાસીઓ સ્થાનિક રહેશો ભારે પરેશાની વેઠી રહ્ના છે. તિથલ બીચ પર વરસો અગાઉથી લાઈટ મૂકવામાં આવી હતી પરંતુ છેલ્લા કેટલાક વખતથી આ હાઈમસ્ટ લાઈટો બંધ રહેવાના કારણે સહેલાણીઓ કે મંડપ લારી કે અન્ય ધંધા કરનારાઓ ઍ  સાંજ પડતાની સાથે જ  ધંધો બંધ કરી જવાની ફરજ પડતી હોય છે. હાઈ મસ્ટ લાઈટ બંધ રહેતા સહેલાણીઓ પણ અંધારું થાય જ નીકળી જતા હોય છે. ત્યારે છેલ્લા બે દિવસથી વલસાડના તિથલ બીચ પર હાઈમસ્ટ લાઈટ  શરૂ થતા સહેલાણીઓ અને  ખાણી પીણીની લારી ચલાવનારાઓને મોટી રાહત મળી છે.