Damanganga Times.

Damanganga Times.

March 10, 2026

બીલીમોરાના ક્રિકેટ ચાલકોઍ વિજયની ઉજવણી વચ્ચે પણ માનવતા મહેîકાવી

બીલીમોરાના ક્રિકેટ ચાલકોઍ વિજયની ઉજવણી વચ્ચે પણ માનવતા મહેîકાવી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

બીલીમોરા, તા. ૦૯ ઃ   ટી૨૦ વર્લ્ડ કપ ક્રિકેટ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની શાનદાર જીત થતા જ બીલીમોરા શહેરમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. જીતનો જશ્ન મનાવવા માટે શહેરના વાંકા મહોલ્લા અને રાજભોગ સર્કલ જેવા મુખ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોક મેદની ઉમટી પડી હતી. 

ખાસ કરીને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો,જ્યાં તેઓઍ હાથમાં તિરંગો લહેરાવી અને ભારત માતા કી જય ના ગગનભેદી નાદ સાથે સમગ્ર વાતાવરણને દેશપ્રેમથી ભરી દીધું હતું. આ વિજય ઉત્સવ વચ્ચે રસ્તા પર ઉમટેલી હજારોની જનમેદનીઍ ઈમરજન્સીમાં પસાર થઈ રહેલી ઍમ્બ્યુલન્સને પ્રાથમિકતા આપી તુરંત રસ્તો કરી આપતા શહેરમાં માનવતા મહેકી ઊઠી હતી. લોકોઍ ફટાકડા ફોડી અને ઍકબીજાને અભિનંદન પાઠવી આ જીતને વધાવી હતી,જ્યારે બીલીમોરા પોલીસે પણ ખડેપગે રહી ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા સુપેરે સંભાળી હતી.