Damanganga Times.

Damanganga Times.

March 10, 2026

ખેરગામ તા.પં.માં કોîગ્રેસે રામધૂન કરી

ખેરગામ તા.પં.માં કોîગ્રેસે રામધૂન કરી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ખેરગામ, તા. ૦૯ ઃ ખેરગામ તાલુકા પંચાયતમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરી કોંગ્રેસે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલની આગેવાનીમાં કોંગ્રેસના ચાર તાપં. સભ્યો, કાર્યકરો, તા. પ્રમુખ શશીન પટેલે ખેરગામ તાલુકા પંચાયત કચેરી ખાતે ઍકત્ર થઈ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. આ અંગે તા.વિ.અધિકારીઍ રજૂઆત અંગે ઍક અઠવાડિયામાં તપાસ કરી જવાબ આપવાની ખાતરી આપતા વિરોધ સમેટાયો હતો.ખેરગામ તાલુકા પંચાયતની છેલ્લી ખાસ સામાન્ય સભાના વિપક્ષના સવાલોના જવાબો આપવા વગર તાલુકા પ્રમુખ સભા બરખાસ્ત કરી છોડીને ચાલ્યા જતા કોંગ્રેસના સભ્યો ધરણાં પર બેઠા હતા મહેશ વિરાણીઍ તપાસ કરવાની ખાતરી આપતા ધરણાં સમેટાયા હતા. પરંતુ તપાસ નહી થતા જવાબ નહીં મળતાં હલ્લાબોલનો કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં કોંગ્રેસના કાર્યકરોઍ તાલુકા વિકાસ અધિકારીની કચેરીની બહાર બેસીને રામધૂન બોલાવી અનોખો વિરોધ કર્યો હતો. આ દરમિયાન કાર્યકરોઍ બહેજ ગામે ગૌચરની જમીનમાંથી વૃક્ષો તથા માટીની ચોરી થયાની ઘટનાની તપાસ કરવાની માંગ ઉઠાવી તાલુકા પંચાયત દ્વારા બનાવવામાં આવેલા કેટલાક ગ્રામ્ય રસ્તાઓ પંચાયત ગલી, સૈયદ વાડીમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ સાથે પણ યોગ્ય તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી જે અંગે કોંગ્રેસના પ્રતિનિધિમંડળે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.ટીડીઓઍ રજૂઆત અંગે ઍક અઠવાડિયામાં તપાસ કરી જવાબ આપવાની ખાતરી આપતાં કોંગ્રેસના કાર્યકરો વિરોધ પૂર્ણ કરી તાલુકા પંચાયત કચેરીમાંથી રવાના થયા હતા, ખેરગામ પોલીસે કાયદો વ્યવસ્થા જાળવી હતી.