Damanganga Times.

Damanganga Times.

March 09, 2026

વાપીના ઉદ્યોગકારોને ત્રણ માસ સુધી વૈકલ્પિક બળતરનો ઉપયોગ માટે છૂટ

વાપીના ઉદ્યોગકારોને ત્રણ માસ સુધી વૈકલ્પિક બળતરનો ઉપયોગ માટે છૂટ


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૮ ઃ ઈરાન અમેરિકા ઇઝરાયેલ વચ્ચે યુદ્ધની સ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય ગેસ પુરવઠામાં સર્જાયેલી સ્થિતિને લઈ ગુજરાતના ઉદ્યોગો પર તેની અસર જોવા મળી હતી આ પરિસ્થિતિને પગલે ગુજરાત ગેસ લિમિટેડ કંપની દ્વારા વાપીના ઉદ્યોગોને આપવામાં આવતા પીઍનજી ગેસ સપ્લાય માં ૫૦ ટકા સુધીની કાપ મુકવાની જાહેરાત કરવામાં આવી હતી આ જાહેરાતને ધ્યાને લઈ વાપી ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશનના પ્રમુખ સતિષભાઈ પટેલ દ્વારા રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈને સમગ્ર પરિસ્થિતિ અંગેની જાણ કરાઈ હતી અને ઉદ્યોગોને પડતી મુશ્કેલીઓ તેમજ નુકસાન અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી અને આ સમસ્યાનો ઉકેલ તાત્કાલિક લાવવા રજૂઆત કરી હતી.

જેને જેને લઇ નાણામંત્રી કનુભાઈ દેસાઈઍ તાત્કાલિક પગલાં લેતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સેક્રેટરી તથા સંબંધીત અધિકારીઓ સાથે બેઠક યોજી સમસ્યાનો ઉકેલ લાવવા જણાવાયું હતું જેને ધ્યાને લઈ તાત્કાલિક ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરી ઉદ્યોગકારોને અગામી ત્રણ મહિના માટે હંગામી ધોરણે ગેસ આધારિત યુટીલીટીઝ ધરાવતા ઉદ્યોગોને જીપીસીપી દ્વારા માન્ય પ્રવાહી બળતર નો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

જેને લઇ આ મંજૂરીથી વાપીના ઉદ્યોગોને જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં આવેલા તમામ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકારોને પણ રાહત થશે. આ નિર્ણયથી ઉદ્યોગોનું ઉત્પાદન ચાલુ રાખવા આવશે અને ઉદ્યોગકારોને ત્યાં કામ કરતા કામદારોને રોજીરોટી મળી રહેશે.

પીઍનજી ગેસ સપ્લાય અંગે ની જાહેરાતને માત્ર ગણતરીના સમયમાં જ વીઆઇઍના પ્રમુખ સતિષભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા જાણી ઉચ્ચ સ્તરે રજૂઆત કરતા તેમજ સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાથે ચર્ચા વિચારણા કરતા તેઓઍ તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 

જેને લઇ વાપીના ઉદ્યોગકારોમાં ભારે ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્ના છે.