Damanganga Times.

Damanganga Times.

March 09, 2026

વલસાડ પાલિકામાં રૂ. ૩ કરોડનું આધણ છતાં ગંદકીથી નગરજનો પરેશાન

વલસાડ પાલિકામાં રૂ. ૩ કરોડનું આધણ છતાં ગંદકીથી નગરજનો પરેશાન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૮ ઃ વલસાડ નગરપાલિકાના ભ્રષ્ટ અને રેઢિયાળ વહીવટમાં ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનનો કોન્ટ્રાક્ટ  શહેરીજનો માટે બદલે મોટી આફત બની છે. શહેરના  જાગૃત સભ્યોના ભારે વિરોધ છતાં જે કામ  અગાઉનો કોન્ટ્રાક્ટર માત્ર રૂ.૧.૭૦ કરોડમાં કોઈ પણ ફરિયાદ વગર કરતો હતો, તે જ કામ વડોદરાની ઍજન્સીને અંદાજે રૂ.૩  કરોડના ઉંચા ભાવે પધરાવી દેવામાં આવ્યું છે. પાલિકાના વોર્ડ નં. ૨ અને પારસીવાડ જેવા વિસ્તારોમાં કર્મચારીઓઍ માનવતા નેવે મૂકી હતી. ઉંમરલાયક વૃદ્ધો ને  કર્મચારીઓ ટોછડાઇ ભર્યું   ભર્યું વર્તન કરે છે.વોર્ડ નં. ૨ માં  મહિલાઓઍ સ્થાનિક સભ્યો પહોંચી નહી શકતા    પૂર્વ પાલિકા પ્રમુખ રાજુ મરચાંને સ્થળ પર બોલાવ્યા હતા. કેટલાક દિવસોથી કચરાના ઢગલાઓ ઘરમાં રહેતા હોય અને ડોર કલેક્શન અચાનક બંધ થઈ જતા જે અંગે વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ રાજુ મરચાઍ પાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલ, આરોગ્ય ચેરમેન હિતેશ ભંડારી અને ચીફ ઓફિસર વાઘેલા સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ગટરમાં પૈસા ખાઈ ગયા, હવે કચરામાં પૈસા ખાવાના? જો કોન્ટ્રાક્ટર પાસે ટ્રેક્ટર, સાધનો કે માણસો જ નથી તો તેને કરોડોનો કોન્ટ્રાક્ટ આપ્યો જ કેમ ? પાલિકામાં બેઠેલા શાસકો ઢોર કરતાં પણ ખરાબ છે, જેમની દાનતમાં ખોટ છે. આક્રોશ  મહિલાઓઍ નેતાઓને આડે હાથ લેતા કહ્નાં કે, ચૂંટાયેલા સભ્યો માત્ર મત માંગવા જ આવે છે, હવે આવો ફરીથી ઍટલે બતાવીઍ. ચૂંટાયા પછી ગલીઓમાંથી નાસી જાય છે અને ફોન કરીઍ તો ખોટા વાયદા આપે છે.વલસાડની જનતા આરપારની લડાઈનો મૂડ બનાવ્યો છે. જો સોમવાર સુધીમાં કચરો લેવાની વ્યવસ્થા નિયમિત નહીં થાય, તો તમામ ૧૧ વોર્ડના લોકો ભેગા થઈ પાલિકા સામે મોરચો માંડશે અને ઍકઠો થયેલો કચરો પાલિકા કચેરીઍ જ ઠાલવવામાં આવશે તેવી કડક ચીમકી ઉચ્ચારવામાં આવી છે.