આજથી વાપી રેલવે ફાટક ૨૨ દિવસ બંધ રહેશે
- byDamanganga Times
- 09 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૮ ઃ પિ?મ રેલવે તંત્ર દ્વારા વાપી સ્થિત હંગામી લેવલ ક્રોસિંગ ફાટક નંબર ૮૦ ને આગામી તારીખ ૯ માર્ચ ના રોજ સવારે ૬ કલાકથી તારીખ ૩૧ માર્ચ ૨૦૨૬ ના રોજ સવારે ૯ૅં૦૦ કલાક સુધી રોડ ટ્રાફિક માટે સંપૂર્ણપણે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમયથી રેલ્વે ટ્રેકની ગુણવત્તા ખરાબ હોવાથી વાહનચાલકોને પડતી મુશ્કેલી નિવારવા આ સમારકામ અનિવાર્ય બન્યું છે. આ સમયગાળા દરમિયાન વાહનવ્યવહાર ખોરવાય નહીં તે માટે ટ્રાફિક ડાયવર્ઝનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મુસાફરો અને વાહનચાલકો ફાટક ના બદલે બનાવેલા નવા ઓવરબ્રિજ અથવા ત્યાંથી માત્ર ૧૦૦ મીટરના અંતરે ઞ્શ્ઝ઼ઘ્ દ્વારા નવનિર્મિત અંડરપાસ નો ઉપયોગ કરી શકશે. સમારકામની આ કામગીરી લગભગ ૨૨ દિવસ સુધી ચાલનાર હોવાથી વાપીના નાગરિકોને વૈકલ્પિક માર્ગપરથી પસાર થવા જણાવાયું છે જોકે હંગામી ફાટક બંધ કરવાથી વાપીમાં ફરીથી ટ્રાફિકની સમસ્યા ઊભી થવાની દેસત લોકોમાં -સરી રહી છે.
