Damanganga Times.

Damanganga Times.

March 09, 2026

વાપી મનપાનું રૂ. ૬૫૦ કરોડથી વધુનું બજેટ રજુ થવાની તૈયારી

વાપી મનપાનું રૂ. ૬૫૦ કરોડથી વધુનું બજેટ રજુ થવાની તૈયારી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૮ ઃ વાપી મહાનગરપાલિકા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે આશરે ૬૫૦ કરોડનું બજેટ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. સાથે તમામ વિસ્તારમાં સમતોલ વિકાસના કામો થાય તેની કાળજી લેવામાં આવી રહી છે. જે અંગે નગરજનોના અભિપ્રાયો પણ લેવાયા છે.

વાપી મહાનગરપાલિકાના કમિશનર યોગેશ ચૌધરીની ટીમ દ્વારા બજેટ પહેલા નગરજનો પાસે વિકાસના કામો અંગે ની રજૂઆતો મંગાવી હતી જેમાં માત્ર ૪૧ જેટલી રજૂઆતો આવી હતી જેમાં રસ્તા પાણી સ્ટ્રીટ લાઈટ ડ્રેનેજ સાફ-સફાઈ સિવાય કોઈ મોટા -ોજેક્ટ અંગે રજૂઆત આવી ન હતી ત્યારબાદ મનપાના કમિશનર અને તેમની ટીમ દ્વારા આ બજેટને અંતિમ સ્વરૂપ આપી રહી છે. અગાઉ નગરપાલિકા સમયમાં રૂપિયા ૧૫૦ કરોડનું બજેટ હતું, તેની સરખામણીમાં આ બજેટનું કદ ખૂબ જ મોટું છે  આગામી દિવસોમાં મનપાના વહીવટદાર અને વલસાડ જિલ્લાના કલેક્ટર ભવ્ય વર્મા સમક્ષ વાપી મહાનગરપાલિકાનું બજેટ રજૂ કરાશે, જેમાં વાપી મહાનગરપાલિકા માં આવેલ વાપી ટાઉન અને ત્યારબાદ પાછળથી સમાવેશ કરાયેલા ૧૧ ગામના લોકો માટેની રજૂઆત અને સમસ્યાની જોગવાઈઓની જાહેરાત કરવામાં આવશે.

આ ઉપરાંત વાપીમાં વિકાસ પામી રહેલા કામો જેમાં રેલ્વે ઓવરબ્રિજ મીની સિવિલ હોસ્પિટલ તેમજ કેટલાક મહત્વના -ોજેક્ટ લોક ઉપયોગી બનાવાઈ રહ્ના છે તે પણ અગામી વર્ષમાં બની જશે તેવી આશા પણ વ્યક્ત કરાઈ રહી છે 

સાથે અગામી મેં જૂનમાં મહાનગરપાલિકાની પથમ સામાન્ય ચૂંટણી યોજવાની પણ શક્યતાને ધ્યાને લઈ આ વર્ષ ૨૦૨૬ ૨૭ નું બજેટનું આયોજન કરાઈ રહ્નાં છે જેમાં લોકોને કરવેરો મા વધારો કરવામાં આવશે નહીં તેમજ મહાનગરપાલિકામાં સમાવેશ કરાયેલા ૧૧ ગામોને -ાથમિક સુવિધા