બીલીમોરા સ્વસ્તિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલાઓનું સન્માન કરાયું
- byDamanganga Times
- 09 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૦૮ ઃ બીલીમોરાના કલ્યાણ ચેમ્બર ખાતે સ્વસ્તિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સુચેતા દુસાનેઍ મહિલા દિવસના ઐતિહાસિક મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, વર્ષ ૧૯૧૧માં યુરોપમાં લાખો મહિલાઓઍ પોતાના અધિકારો, રોટી અને શાંતિ માટે કરેલી હડતાલને પરિણામે મહિલાઓને મતદાનનો અધિકાર પ્રા થયો હતો. જેની યાદમાં ૮મી માર્ચ ઉજવાય છે. કાર્યક્રમમાં મુખ્ય વક્તા ડો. આશાબેન ભટ્ટે પ્રાસંગિક ઉદબોધનમાં સમાજમાં સ્ત્રીઓના બહુમૂલ્ય યોગદાનની સચોટ માહિતી આપી નારી શક્તિને બિરદાવી હતી. આ સમારોહમાં સમાજના વિવિધ સ્તરે વિશિષ્ટ સેવા આપનાર ૨૦થી વધુ મહિલાઓનું મુમેન્ટો અને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં પટાવાળાથી લઈને મેડિકલ ઓફિસર, નોટરી વકીલ, ખ્લ્ત્, રમતગમત, રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓનો સમાવેશ થાય છે. વિશેષ રૂપે ૯૦ વર્ષથી વધુ વયના ડો. નલિનીબેન ગીલીટવાલા, ઉર્મિલાબેન દેસાઈ સહિત માજી નગરપાલિકા પ્રમુખ સંધ્યાબેન પટેલ અને લઘુમતી સમાજની અગ્રણી મહિલાઓનું પણ સન્માન કરાયું હતું. અંકિતા સોલા, દીબેન કંસારા, પૂનમ કેલવાની, અનિતા બડગુજર, તેજલબેન જોશી અને નવસારી જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ સુમિત્રાબેન પટેલ સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને યાદગાર અને સફળ બનાવ્યો હતો.
