Damanganga Times.

Damanganga Times.

March 09, 2026

પારડીમાં અખિલ હિંદ મહિલા પરિષદ દ્વારા વાર્ષિક દિવસ ઉજવાયો

પારડીમાં અખિલ હિંદ મહિલા પરિષદ દ્વારા વાર્ષિક દિવસ ઉજવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૦૮ ઃ અખિલ હિદ મહિલા પરિષદ કિલ્લા  પારડી શાખામાં વાર્ષિક દિનની ઉજવણી સાથે ૧૦૦ જેટલી મહિલાઓ સાથે વિશ્વ મહિલા દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સંસ્થાના પ્રમુખ મીનાબેન કોઠારી અને કમિટી મેમ્બર્સ દ્વારા અતિથી વિશેષ તરીકે આમંત્રિત કરેલ મહાનુભાવોનુ સન્માન કરવામાં આવ્યુ હતું.  અતિથી પ્રિતીબેન પાંડે દ્વારા યોગની જાણકારી સાથે સ્વસ્થ  જીવન જીવવાની દરેક બહેનોનેશીખ મળી અને બ્રહ્માકુમારીસ પારડીના પારુલદીદી પાસે સ્વસ્થ  સાદગીથી જીવન આચરણની શીખ મળી હતી. ધ્યાન કરી મનને શાંત કરી સારા વિચારોથી જીવન સાર્થક  કરી શકાય અને ત્રીજા અતિથી ભાવનાબેન દ્વારા હિંમતભેર સ્ત્રી  પણ પૃથ્વી પરના જળચરને પકડી શકે છે ઍવી શીખ મળતા જાણી ગર્વ  થયું હતું. દરેક મહિલાઓનુ તિલક કરી સન્માન કર્યુ હતું. સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત ગરબા અને ભજનનું આયોજન  કર્યુ હતું. મહિલાદિન ઍક દિવસ નહી પણ રોજ પૂજનીય છે. માં, બહેન, દીકરી તે દરેક રૂપમાં મહાન છે ઍવા સૂત્ર સાથે વિશાળ સંખ્યામાં પારડીની બહેનો હાજર રહી હતી અને વિશ્વ મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.