Damanganga Times.

Damanganga Times.

March 09, 2026

સેલવાસમાં મુંબઈ યુનિવર્સિટીનું દૂરસ્થ અને ઓનલાઈન શિક્ષણ કેન્દ્ર શરૂ

સેલવાસમાં મુંબઈ યુનિવર્સિટીનું દૂરસ્થ અને ઓનલાઈન શિક્ષણ કેન્દ્ર શરૂ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સેલવાસ, તા. ૦૮ ઃ દાદરા અને નગર હવેલીમાં ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં ઍક ઐતિહાસિક પહેલ કરતા શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ ઍન્ડ સાયન્સ, સિલવાસામાં મુંબઈ યુનિવર્સિટીના ઘ્ફૂઁદ્દશ્વફૂ શ્ંશ્વ ઝ઼જ્ઞ્સ્ર્ન્દ્દીઁણૂફૂ ર્ીઁફુ બ્ઁશ્રજ્ઞ્ઁફૂ ચ્ફુ્યર્ણૂદ્દજ્ઞ્ંઁ (ઘ્ઝ઼બ્ચ્)નો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો. આ કેન્દ્ર પ્રદેશના વિદ્યાર્થીઓ, નોકરીયાત યુવાનો, ગૃહિણીઓ અને કોઈ કારણસર અભ્યાસ અધૂરો છોડી દીધેલા લોકો માટે ઉચ્ચ શિક્ષણના નવા દ્વાર ખોલનારૂ સાબિત થશે. વિશેષ રૂપથી ઍવા લોકો માટે જેઓ કોઈ કારણસર નિયમિત શિક્ષણ પ્રા કરી શકતા નથી. વિશેષ વાત ઍ છે કે દૂરસ્થ અને ઓનલાઈન માધ્યમથી કરવામાં આવેલા આ અભ્યાસક્રમોની ડિગ્રી મુંબઈ યુનિવર્સિટીના નિયમિત અભ્યાસક્રમોની બરાબર જ માન્ય રહેશે, જેનાથી વિદ્યાર્થીઓને નોકરી, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને આગળના અભ્યાસમાં સમાન તક પ્રા થશે.

લાયન્સ ક્લબ ઓફ સિલવાસા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ પ્રતિષ્ઠિત સંસ્થામાં આયોજિત કાર્યક્રમ ઙ્કચ્હૃષ્ટશ્વફૂસ્ન્સ્ન્જ્ઞ્ંઁ ંશ્ ત્ઁદ્દફૂશ્વફૂસ્ન્દ્દ દ્દં ચ્હૃષ્ટશ્વફૂસ્ન્સ્ન્જ્ઞ્ંઁ ંશ્ ચ્હૃણૂફૂશ્રશ્રફૂઁણૂફૂઙ્ખ થીમની સાથે સંપન્ન થયો, જે ડિજિટલ અને દૂરસ્થ શિક્ષણના નવા યુગની શરૂઆતનું પ્રતીક બન્યો. ભારતીય પરંપરા અનુસાર દીપ પ્રજ્વલન સાથે કાર્યક્રમનો શુભારંભ થયો. આ ગરિમામય અવસર પર લાયન્સ ક્લબ ઓફ સિલવાસા ચેરિટેબલ ટ્રસ્ટ ચેરમેન ફતેહસિંહજી ઍમ. ચૌહાણ, સચિવ કુલદીપ સિંહજી મુંદ્રા, સંયુક્ત સચિવ જયેન્દ્ર સિંહ રાઠોડ, કોષાધ્યક્ષ વિશ્વેશ દવે, સંયુક્ત કોષાધ્યક્ષ હીરાભાઈ પટેલ, કાર્યકારણી સભ્ય અભિષેકસિંહજી ચૌહાણ તેમજ ડૉ. અનુકૂલ નિકમ ઉપસ્થિત રહ્ના. આ ઉપરાંત દાદરા અને નગર હવેલીના પૂર્વ શિક્ષણ નિયામક ઍચ. પી. સોલંકી, ત્રણેય સંસ્થાઓના પ્રાચાર્યા, ઉપ-ાચાર્યા, પ્રધાનાચાર્યા, ઉપપ્રધાનાચાર્યા, પ્રાધ્યાપકગણ, શિક્ષકગણ, વાલીઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્ના હતાં. ત્યારબાદ શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ ઍન્ડ સાયન્સના પ્રાચાર્યા ડૉ. સીમા પિલ્લઈઍ સ્વાગત ભાષણ પ્રસ્તુત કરતા સંસ્થાની શૈક્ષણિક યાત્રા તથા સિદ્ધિઓની જાણકારી આપી હતી.