સેલવાસ કોલેજના શિક્ષણવિદનું મુંબઈ યુનિવર્સિટી દ્વારા સન્માન
- byDamanganga Times
- 09 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૦૮ ઃ લાયન્સ ક્લબ ઓફ સિલવાસા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રીમતી દેવકિબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ ઍન્ડ સાયન્સ ખાતે ૬ માર્ચ ૨૦૨૬ (શુક્રવાર)ના રોજ મુંબઈ યુનિવર્સિટીના ડિસ્ટન્સ ઍન્ડ ઑનલાઇન ઍજ્યુકેશન સેન્ટરનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પત્રકાર પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન મુંબઈ યુનિવર્સિટીના કુલપતિના માર્ગદર્શન અનુસાર સિલવાસાના પ્રસિદ્ધ સમાજસેવક, ઉદ્યોગપતિ, શિક્ષણવિદ તથા ન્જ્ઞ્ંઁસ્ન્ ઘ્શ્ર્યણુ ંશ્ લ્જ્ઞ્શ્રર્રુસ્ન્ર્સ્ન્ી ઘ્ર્ત્ર્ીશ્વજ્ર્ઞ્દ્દીણુશ્રફૂ વ્શ્વ્યસ્ન્દ્દના અધ્યક્ષ ફતેહસિંહજી ઍમ. ચૌહાણને શિક્ષણ ક્ષેત્રે તેમના નોંધપાત્ર યોગદાન બદલ વિશેષ રીતે સન્માનિત કરવામાં આવ્યા.
દેશને આઠ ભારત રત્ન અને અસંખ્ય પદ્મશ્રી આપનાર આ ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત યુનિવર્સિટી દ્વારા સ્વયં સિલવાસા આવીને આપવામાં આવેલું આ સન્માન માત્ર ઍક વ્યક્તિનું જ નહીં, પરંતુ સમગ્ર પ્રદેશની શિક્ષણ સેવા, સામાજિક પ્રતિબદ્ધતા અને દુરંદેશી નેતૃત્વનું સન્માન માનવામાં આવી રહ્નાં છે.
