નારગોલમાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા મહિલા દિનની ઉજવણી કરાઈ
- byDamanganga Times
- 09 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૦૮ઃ નારગોલ ગામે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા વલસાડ જિલ્લા દ્વારા નારગોલ ભંડારી સમાજ હોલ જગદંબાધામ ખાતે ૦૮ માર્ચ, ૨૦૨૬ (રવિવાર)ના દિને સવારે ૧૦ઃ૩૦ વાગ્યેથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોર્ચાના પ્રમુખ પ્રવિણાબેન પટેલના પ્રમુખપણા હેઠળ મહામંત્રી મનિષાબેન પ્રીતમનાણી અને સરપંચ સ્વીટી ભંડારીના આયોજન હેઠળ નારગોલ જગદંબાધામ ખાતે યોજાયો હતો જેને સાર્થક કરવા જિલ્લા અને ઉમરગામ તાલુકા મહિલા મોર્ચાના હોદેદારો અને બહેનોઍ સહભાગી બની કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જેમાં ૮૦૦ જેટલી બહેનોઍ ભાગ લીધો હતો. આ નિમિત્તે ધારાસભ્ય રમણલાલ પાટકર, ભારતીય જનતા પાર્ટી તાલુકા સંગઠનના પ્રમુખ ડૉ. નીરજ શાહ, જિલ્લા પંચાયત સભ્ય ભરતભાઈ જાદવ સહિત અનેક રાજકીય આગેવાનો, કાર્યકર્તા બહેનો તેમજ અનેક ગામોથી બહેનોની ઉપસ્થિતિ જોવા મળી હતી. કાર્યક્રમમાં મહિલાઓના સશક્તિકરણ અને સમાજમાં તેમના યોગદાનને સન્માનિત કરવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ ક્ષેત્રે ઉત્કર્ષ કામગીરી સેવા કરનાર બહેનોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
