Damanganga Times.

Damanganga Times.

March 09, 2026

વાપી રેલ્વે સ્ટેશને લાયન્સ કલબ દ્વારા મહિલા કર્મચારીઅોનું સન્માન કરાયું

વાપી રેલ્વે સ્ટેશને લાયન્સ કલબ દ્વારા મહિલા કર્મચારીઅોનું સન્માન કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૦૮ ઃ વાપી રેલવે સ્ટેશન ખાતે લાયન્સ ક્લબ દ્વારા મહિલા દિન નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં મહિલા કર્મચારીઓ જેમાં ખાસ કરીને સ્લીપર સેલની મહિલા કર્મચારીઅોનું સન્માન કરાયું હતું.

આંતરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે વાપી રેલ્વે સ્ટેશન ખાતે શ્રીમતી આશાબેન અગ્રવાલ (લાયન્સ ક્લબના સભ્ય)નાઓ સાથે વાપી રેલ્વે પોલીસના મહિલા અધિકારી/કર્મચારી, આર.પી.ઍફ વાપીના અધિકારી/કર્મચારી તેમજ વાપી રેલ્વે સ્ટેશનના મહિલા અધિકારી/કર્મચારી તથા મહિલા સફાઈ કર્મચારી નાઓ સાથે સરકારશ્રીના દેશમાં સમાન વિકાસ, મહિલા સશક્તિકરણ, સશક્ત નારી વિગેરે ઉદેશ્ય સાકાર કરવાના ભાવાર્થે વાપી રેલ્વે સ્ટેશન ખાતે મહિલા દિવસની ઉજવણી કરી.દેશના ઉજ્જવળ ભવિષ્ય શુભ કામનાઓ પાઠવી.