Damanganga Times.

Damanganga Times.

March 09, 2026

ખારવેલમાં મહિલા દિવસે સાડીઅોનું વિતરણ કરાયું

ખારવેલમાં મહિલા દિવસે સાડીઅોનું વિતરણ કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૦૮ ઃ ધરમપુર તાલુકાના ખારવેલ ગ્રામ પંચાયત ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ગામના સરપંચ રાજેશભાઈ પટેલ અને વલસાડ જિલ્લા પંચાયતના માજી સભ્ય જયશ્રીબેન પટેલ ઉપસ્થિત રહ્ના હતાં. આ પ્રસંગે જયશ્રીબેને જણાવ્યું હતું કે આજે વિશ્વભરમાં મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે અને મહિલાઓને વિવિધ ક્ષેત્રોમાં લગભગ ૫૦ ટકા અનામત મળી રહ્નાં છે. તમામ મહિલાઓઍ જાગૃત થઈ ઉચ્ચ શિક્ષણ લઈ સરકારી નોકરીઓમાં સફળતા મેળવે તેમજ રાજકારણ અને ગૃહઉદ્યોગ સહિત દરેક ક્ષેત્રમાં આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવી હતી. સરપંચ રાજેશભાઈ પટેલે પણ મહિલા દિવસ નિમિત્તે તમામ મહિલાઓને શુભેચ્છા પાઠવી હતી.

કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને તેમને મહિલા દિવસની ભેટરૂપે સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત સભ્ય રેખાબેન પટેલ, ડેપ્યુટી સરપંચ ટીનાબેન પટેલ, મનરેગા કર્મચારી મીનાક્ષીબેન પટેલ, ગ્રામ રોજગાર સેવક દીપાબેન ઠાકોર અને ખારવેલ મહિલા સંચાલિત દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી નિમીષાબેન પટેલ સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્ના હતાં.