અંભેટી કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં પોસ્ટ બજેટ વેબિનાર યોજાયો
- byDamanganga Times
- 09 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૦૮ ઃ કૃષિ અને ગ્રામ વિકાસ ક્ષેત્રે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા બજેટમાં સમાવિષ્ટ મહત્વપૂર્ણ પહેલો વિશે ખેડૂતોને માહિતગાર કરવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અંભેટી ખાતે તા. ૦૬ માર્ચ, ૨૦૨૬ના રોજ વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ યોજાયેલાઙ્કપોસ્ટ બજેટ વેબિનાર ઓન ઍગ્રીકલ્ચર ઍન્ડ રુરલ ટ્રાન્સફોર્મેશન કાર્યક્રમનું લાઈવ વેબકાસ્ટિંગ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આસ્મા, રોહિણા, વરઇ અને સાદડવેરા ગામોના ૧૫૦ થી વધારે ખેડૂતો, યુવાનો તેમજ કૃષિ ક્ષેત્રે રસ ધરાવતા લોકો ઉપસ્થિત રહ્ના હતા. લાઈવ વેબિનાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીઍ બજેટમાં કૃષિ અને ગ્રામ વિકાસ માટે જાહેર કરવામાં આવેલી વિવિધ યોજનાઓ, ટેકનોલોજી આધારિત કૃષિ વિકાસ, કૃષિમાં નવીનતા, પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન અને ખેડૂતોની આવક વધારવા માટે સરકારશ્રી દ્વારા હાથ ધરવામાં આવતી પહેલો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંભેટીના નિષ્ણાંત લલિત કપુર અને મિતેશભાઇ ગજ્જરે ઉપસ્થિત ખેડૂતોને બજેટમાં રજૂ કરાયેલ કૃષિ ક્ષેત્ર સંબંધિત મુખ્ય મુદ્દાઓની સમજણ આપી અને ખેડૂતોને આ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતાં.
કાર્યક્રમના અંતે ખેડૂતો સાથે ચર્ચા કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દ્વારા ખેડૂતોને કૃષિ અને ગ્રામ પરિવર્તન માટે સરકાર દ્વારા કરવામાં આવતી નવી પહેલો અંગે સીધી માહિતી મળતા તેઓઍ કાર્યક્રમની પ્રશંસા વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમના સફળ આયોજન માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંભેટીના તમામ સ્ટાફ સભ્યોઍ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
