Damanganga Times.

Damanganga Times.

March 09, 2026

કપરાડા તાલુકામાં સેનિટરી નેપકિન ઉત્પાદન ઍકમનું ઉદ્ઘાટન

કપરાડા તાલુકામાં  સેનિટરી નેપકિન ઉત્પાદન ઍકમનું ઉદ્ઘાટન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૮ ઃ રેસોનિયા લિમિટેડની કમ્યુનિટી ઍંગેજમેન્ટ પહેલના સહયોગથી બુકફોરચેન્જ ફાઉન્ડેશન (બીઍફસી) દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં પ્રોજેક્ટ સંજીવની હેઠળ મહિલાઓ દ્વારા સંચાલિત સેનિટરી નેપકિન ઉત્પાદન ઍકમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પહેલનો મુખ્ય હેતુ માસિક સ્વચ્છતા સુધારવા સાથે ગ્રામિણ આદિવાસી મહિલાઓ માટે ટકાઉ જીવનોપાર્જનની તકો સર્જવાનો છે.

કપરાડા તાલુકાના અનેક ગામોમાં માસિક સ્વચ્છતા હજુ પણ ઍક મહત્વપૂર્ણ પડકાર તરીકે સામે આવે છે.

આ પડકારોને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટ હેઠળ સ્થાનિક સ્તરે સેનિટરી નેપકિન ઉત્પાદન ઍકમ સ્થાપિત કરવામાં આવ્યું છે, જે સેલ્ફ હેલ્પ ગ્રુપ (ઍસઍચજી)ની મહિલાઓ દ્વારા સંચાલિત કરવામાં આવશે. આશરે ૧૫ મહિલાઓને તાલીમ આપવામાં આવી છે તેમની આર્થિક સશક્તિકરણમાં વધારો થશે.

આ ઍકમ દર મહિને અંદાજે ૧૦,૦૦૦ થી ૧૫,૦૦૦ સેનિટરી પેડ્સનું ઉત્પાદન કરશે. શરૂઆતમાં આ પેડ્સ શાળાઓ અને સમુદાય નેટવર્ક્સ મારફતે વિતરણ કરવામાં આવશે.

આ પહેલ દ્વારા બુકફોરચેન્જ ફાઉન્ડેશન, રેસોનિયા લિમિટેડના સહયોગથી, ગ્રામિણ વિસ્તારોમાં મહિલાઓના આરોગ્ય, ગૌરવ અને આર્થિક સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહ્નાં છે, સાથે જ માસિક સ્વચ્છતા વ્યવસ્થાપન માટે સમુદાય આધારિત અને ટકાઉ મોડલ વિકસાવવા દિશામાં કાર્ય કરી રહ્નાં છે.