Damanganga Times.

Damanganga Times.

March 09, 2026

કપરાડા - નાનાપોંઢામાં લોકપ્રિય ઉમેદવારોને ઉતારવા કવાયત શરુ

કપરાડા - નાનાપોંઢામાં લોકપ્રિય ઉમેદવારોને ઉતારવા કવાયત શરુ


કપરાડાનો પત્ર

જગદીશ ભોયા,કપરાડા

 ગુજરાત રાજ્યમાં ઍપ્રિલ-મે મહિનામાં યોજાનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં દરેક પાર્ટીઓમાં ઉમેદવારોને લઈ ચહલ પહલ થઈ રહી છે. જેમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં નાનાપોંઢાને નવો તાલુકો બનાવવામાં આવતા તાલુકા જીલ્લા પંચાયતની બેઠકોમાં સંપૂર્ણ ફેરફાર થયો છે. જેને લઈ બેઠકો ક્રમો અને સમાવિષ્ઠ ગામો બદલાતા  દાવેદારો અને નેતાઓ દોડધામ વધી ગઈ હોવાનું જાણવા મળે છે. કપરાડા અને નાનાપોંઢા તાલુકાનું સીમાંકન બદલાતા આગળ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડીને જીતેલા ઉમેદવારોને પણ કપરા ચઢાણની સ્થિતિ ઊભી થઈ હોવાને લઈ દાવેદારોમાં ભારે ચહલ પહલ મચી ગઈ છે. કપરાડા તાલુકામાં છેલ્લા ત્રણ ટર્મથી તાલુકા પંચાયત સત્તારૂઢ રહ્નાં છે. પરંતુ કપરાડા તાલુકામાંથી વિભાજિત થયેલા નાનાપોંઢા તાલુકો બનતા જ બંને તાલુકાની બેઠકોનું  સીમાંકન બદલાયું છે. જેમાં કપરાડા તાલુકાના ૯૯ ગામો વચ્ચે તાલુકા પંચાયતની ૨૨ બેઠકો અને જિલ્લા પંચાયતની ૫ બેઠકોની સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે નવ નિયુક્ત નાનાપોંઢા  તાલુકામાં ૪૯ ગામો વચ્ચે તાલુકા પંચાયતની ૨૦ બેઠકો અને જિલ્લા પંચાયતની ૪ બેઠકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ જોઈઍ તો બધી બેઠકોમાં ધરખમ ફેરફારને લઈ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે ઉમેદવારોને લઈ ભારે વિચાર માંગી લેય તેવી સ્થિતિ હાલે સર્જાય રહી હોવાનું જાણવા મળે છે. ઉલ્લેખનીય છે. કપરાડા અને નાનાપોંઢા તાલુકામાં આગામી આવનારી તાલુકા - જિલ્લા પંચાયતની ચૂંટણીમાં દરેક બેઠકો પર ઉમેદવારોની પસંદગી અંગેનો દોર શરૂ થઈ ગયો છે. ત્યારે મળતી વિગત મુજબ દરેક પાર્ટી વગ ધરાવતા ઉમેદવારો કરતા સ્થાનિક લેવલ પર લોક ચાહના ધરાવતા ઉમેદવારોને વધારે પ્રાધાન્ય આપે તેવી વધુ શક્યતા જોવા મળી રહી છે. જેમા નવા નાનાપોંઢા તાલુકાની બેઠકો દરેક પક્ષ માટે નવી હોય જેથી ઉમેદવારો પસંદગી માટે વધારે વિચાર વિમર્શ માંગી લેય તેવી સ્થિતિ ઉભી થઈ રહી છે. ભૂતકાળમાં કપરાડા તાલુકામાં ભાજપ - કોંગ્રેસ વચ્ચે ચૂંટણી જંગ ખેલાતો હતો. પરંતુ આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ દરેક બેઠકો પર પોતાના મજબૂત ઉમેદવારો ઉતારશે જેથી ત્રિકોણીયા જંગ ખેલાશે જેને લઈ ત્રણ ટર્મ સત્તારૂઢ ભાજપની પણ ચિંતા વધી હોવાનું જાણવા મળે છે. કોંગ્રેસ દ્વારા પણ લોક ચાહક અને મજબૂત ઉમેદવારો ઉતારવા મૂડમાં જોવા મળી રહી છે. બીજી બાજુ આમ આદમી પાર્ટી પણ વધુ કપરાડા અને નાનાપોંઢા તાલુકા માં વધુ સક્રિય થઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્ના છે. ત્યારે નવનિયુક નાનાપોંઢા તાલુકા પંચાયત પર કોણ સત્તા માં આવશે અને પ્રથમ તાલુકા પંચાયતના શુભારંભ કરશે તે આગામી સમય જ બતાવશે પરંતુ કપરાડા અને નાનાપોંઢા તાલુકામાં આવનાર સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીની લઈ ભારે ચહલ પહલ મચી રહી છે.