Damanganga Times.

Damanganga Times.

March 09, 2026

ધરમપુરની શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલમાં ‘સ્ટેનફોર્ડ સિમ્પોઝિયમ ૨૦૨૬’ યોજાયું

ધરમપુરની શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલમાં ‘સ્ટેનફોર્ડ સિમ્પોઝિયમ ૨૦૨૬’ યોજાયું


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૦૮ ઃ વલસાડ જિલ્લાના ધરમપુર સ્થિત શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલ ઍન્ડ રિસર્ચ સેન્ટર (લ્ય્ણ્ય્ઘ્) ખાતે ત્રીદિવસીય પાંચમું વાર્ષિક સ્ટેનફોર્ડ સિમ્પોઝિયમ ૨૦૨૬ સફળતાપૂર્વક યોજાયું. શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂ. ગુરુદેવ રાકેશજીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ રાજ્યસ્તરીય કોન્ફરન્સમાં માતૃત્વ અને નવજાત શિશુ આરોગ્ય સુધારવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી સ્કૂલ ઑફ મેડિસિન, લ્યુસાઇલ પેકાર્ડ ચિલ્ડ્રન્સ હોસ્પિટલ તથા ગુજરાત સરકારના જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સહયોગથી યોજાયો હતો. ગર્ભથી વિશ્વ સુધી – ઉજ્જવળ ભવિષ્યની રચના થીમ સાથે આયોજિત આ ઘ્પ્ચ્ કાર્યક્રમમાં કુલ ૧૯૦ પ્રતિનિધિઓને ૨૮ નિષ્ણાંત ફેકલ્ટી સભ્યો દ્વારા તાલીમ આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉચ્ચ જોખમી પ્રસૂતિ વ્યવસ્થાપન, નવજાત પુનર્જીવન, શ્વસન સહાય અને નવજાત શિશુ સંભાળ જેવા મહત્વપૂર્ણ વિષયો પર નિષ્ણાંતો દ્વારા વ્યાખ્યાન તથા પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગુજરાત મેડિકલ કાઉન્સિલના નિરીક્ષણ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ડૉ. કે. ઍન. ભટ્ટ નિરીક્ષક તરીકે ઉપસ્થિત રહ્ના હતા. કાર્યક્રમમાં ભાગ લેનારા પ્રતિનિધિઓને ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા ૮ ઘ્પ્ચ્ ક્રેડિટ પોઇન્ટ્સ પણ ઍનાયત કરવામાં આવ્યા હતા. આ સિમ્પોઝિયમ દ્વારા વૈશ્વિક શૈક્ષણિક સહકારને નવી દિશા મળી છે અને રાજ્યમાં માતૃત્વ તથા નવજાત શિશુઓના આરોગ્ય સુધારવા માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.