સોનવાડામાં મહિલાને બિભત્સ ઈશારા કરી ધમકી આપતાં ફરિયાદ
- byDamanganga Times
- 07 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૬ ઃ વલસાડ ના સોનવાડા ગામ ના માજી ડેપ્યુટી સરપંચે વિસ્તારની ઍક મહિલાને તેના ઘરે જઈ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા મહિલાઍ માજી ડેપ્યુટી સરપંચ વિરોધ વલસાડ જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે.
વલસાડ તાલુકાના સોનવાડા ગામના દેસાઈ ફળિયામાં રહેતી અલકાબેન અશોકભાઈ દેસાઈઍ વલસાડ જિલ્લા પોલીસ વડા ને લેખિતમાં રજૂઆત કરી કે તા૫/૩/૨૦૨૬ ના રોજ સાંજે પોતાના ઘર આંગણામાં ફૂલ છોડને પાણી પીવડાવતા હતા તે દરમિયાન અચાનક ગામનો અંકિત ઉર્ફે નાગરાજ માજી ડેપ્યુટી સરપંચ પોતાની કારમાં તેમના બે ત્રણ મિત્રો સાથે નશા ની હાલતમાં આવી પહોંચી અંકિત ઉસે નાગરાજે મહિલાને જોઈને ગંદી અને બિભત્સ ગાળો આપી હાથ પગ તોડી નાખી પતાવી દેવાની ધમકી આપી અને મહિલાને ગંદા ઇશારા કરતા ડરી ગયેલી મહિલાઍ ૧૧૨ પર ફોન કર્યો હતો. અને મામલો ડુંગરી પોલીસ મથકમાં ગયો હતો.અલ્કાબેને પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે અંકિત પટેલની માતા સવિતાબેન પટેલ અગાઉ સરપંચ તો પુત્ર અંકિત પટેલ અગાઉ ગામ નો ડેપ્યુટી સરપંચ હતો. આ માજી ડેપ્યુટી સરપંચ પોતાની રાજકીય વગનો દુરુપયોગ કરીને તે ગામમાં ગુંડા જેવું વર્તન કરે છે.
આ અગાઉ તારીખ ૨૭/૦૬/૨૦૨૫ ના રોજ પણ અંકિત અને તેની બહેન પ્રિયંકા પટેલે મહિલા સાથે આવું જ વર્તન કર્યું હતું, જેની અરજી ડુંગરી પોલીસ સ્ટેશન મથકમાં અરજી આપવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી તેથી આવા ઈસમો ફાટી ગયા છે. આરોપીઓ દ્વારા તેમને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવી રહ્ના છે. આવા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
