ઉમરગામ દરિયા કિનારે સ્વદેશી મેળાનો પ્રારંભ
- byDamanganga Times
- 07 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૦૬ ઃ વલસાડ જિલ્લાના ઉમરગામ પાલિકા દ્વારા દરિયા કિનારે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. છ દિવસ સુધી ચાલનારા આ સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર અને પાલિકા પ્રમુખ મનીષ રાયના હસ્તે કરવામાં આવ્યું હતું.
સ્વદેશી મેળાનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક લોકોને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાનો છે. વોકળ તેમજ આસપાસના વિસ્તારોના સ્થાનિક વેપારીઓ અને કારીગરોને તેમના સ્વદેશી ઉત્પાદનો પ્રદર્શિત અને વેચાણ કરવા માટે આ મેળો મહત્વપૂર્ણ મંચ પૂરું પાડે છે.
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં સ્વદેશી મેળાઓનું આયોજન કરીને સ્વદેશી વસ્તુઓને પ્રાધાન્ય મળે અને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્ના છે.
મેળામાં અંદાજે ત્રીસ જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે, જેમાં વિવિધ પ્રકારની વસ્તુઓના સ્ટોલ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. મોટી સંખ્યામાં લોકો મેળાની મુલાકાત લઈ સ્વદેશી ઉત્પાદનોની ખરીદી કરી રહ્ના છે. મેળાને સફળ બનાવવા માટે લોકો ઍક કદમ આગળ આવી સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપે તે જરૂરી હોવાનું આયોજનકર્તાઓઍ જણાવ્યું હતું. કાર્યક્રમમાં ઉમરગામ નગરપાલિકા કોર્પોરેટર સુરેશભાઈ યાદવ, ઉમરગામ શહેર ભાજપ પ્રમુખ મયંક પ્રેસ વાલા, ગણેશભાઈ બારી સંજાન થી મોહનભાઈ સલાટ, તથા ભાજપ સંગઠનના હોદ્દેદારો અને નગરજનો ઉપરથી રહ્ના હતા.
