Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ગુંદલાવ હાઈવેથી દારૂ સાથે બે ઝડપાયા

ગુંદલાવ હાઈવેથી દારૂ સાથે બે ઝડપાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૬ ઃ  વલસાડ ઍલસીબી ની ટીમે બાતમી આધારે વલસાડના ગુંદલાવ હાઈવે પરથી ઇનોવા કારમાં લઈ જવાતો ૧. ૫૨ લાખના દારૂ સાથે  રાજસ્થાનના બે ઇસમોની ધરપકડ કરી છે જ્યારે  દારૂ ભરાવી આપનાર સેલવાસના ઍક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે.

 વલસાડ ઍલસીબી ની ટીમ પેટ્રોલિંગમાં ફરતી હતી તે દરમિયાન બાત ને મળતા વલસાડના ગુંદલાવ ઓવર બ્રિજ પાસે  નેશનલ હાઇવે નંબર ૪૮ પર વોચ ગોઠવી ઊભા રહેતા બાતમીવાળી  ઇનોવા કાર નંબર-પ્ણ્-૦૪-ઝ઼થ્-૨૮૭૧ ને અટકાવે તેની અંદર તપાસ દારૂ વડકા ની બાટલી નંગ ૬૨૪ કિંમત રૂપિયા ૧,૫૨,૨૫૬  રૂપિયા કાર ની કિંમત ૩ લાખ ઍક મોબાઇલ ફોન કિંમત ૧૦,૫૦૦ મળી કુલ ૪,૬૨,૭૫૬ રૂપિયા ના મુદ્દા માલ સાથે આરોપી  સોહનલાલ માંગીલાલ માલી ઉ.વ-૩૯ હાલ રહે. શ્રી હરીધામ સો.સા રૂમ નં-જ્-૦૧ વિષ્ણુ મંદિરની પાસે,મીરા રોડ, મુંબઇ મહારાષ્ટ્ર મુળ રહે રાજસ્થાન અને  ગનપતરાજ ઉર્ફે સોનુ મોહનલાલ પરમાર ઉ.વ-૩૫   હાલ રહે ૭૦૧ સાંઇવર્ષા ટાવર, શીતલનગર, મીરા રોડ ઇસ્ટ, મુંબઇ મુળ રહે રાજસ્થાન ની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા છે પકડાયેલા બંને આરોપીની પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો  મિનલભાઇ જેના ઈસમ  રહે સેલવાસ નું નામ બહાર આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. જે અંગે વલસાડ રૂરલ પોલીસ મથકમાં પ્રોહિબિશન   ઍક્ટ હેઠળ  ગુનો નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.