વલસાડમાં સાળીના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવી ઉપાડવા જતા ઝડપાયો
- byDamanganga Times
- 07 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૬ ઃ વાપીના ચણોદ વિસ્તારમાં દોઢ વર્ષ અગાઉ ૧૦.૬૪ લાખ ની રકમ સાળી ના બેંક ઍકાઉન્ટમાંથી કાઢી લેનાર વાપીના ચણોદ વિસ્તારમાં રહેતા જીજા ને પોલીસે ઝડપી પડ્યો છે. પકડાયેલા આરોપીઍ દેશના વિવિધ રાજ્યોમાં ઓનલાઈન છેતરપિંડી કરી હોવાનું ચોકાવનારી વિગત મળી છે.
વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પી.ઍસ.આઈ. ડેનીશ પટેલને ખાનગી બાતમી મળી હતી કે, પારનેરા પારડી ખાતે રહેતા ઈન્દ્રકલા અરવિંદસિંહ ગૌતમના બેંક ઍકાઉન્ટમાં શંકાસ્પદ વ્યવહારો થઈ રહ્ના છે. પોલીસે ઈન્દ્રકલાને બોલાવી તપાસ કરતા તેમના બેંક ઓફ બરોડાના ઍકાઉન્ટમાં દેશના ત્રણ અલગ-અલગ રાજ્યોમાંથી ફરિયાદો નોંધાયેલી હોવાનું જણાયું હતું.પંજાબ માં રૂપિયા ૧,૦૪,૩૩૭ તા. ૨૮/૧૧/૨૦૨૪, ઓડિશા રૂપિયા ૬,૮૦,૦૦૦ તા. ૦૨/૧૨/૨૦૨૪, કેરળ રૂપિયા ૨,૮૦,૦૦૦ તા. ૦૫/૧૨/૨૦૨૪ સાળીને વિશ્વાસમાં લઈ જીજાઍ ખેલ પાડ્યો હતો. પકડાયેલા આરોપી ની પોલીસે કડક પૂછપરછ કરતા ખાતાધારક ઈન્દ્રકલાઍ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે, તેના બનેવી સત્યમ વિજયકુમાર સિંગ રહે. નિલકંઠ સોસાયટી, ચણોદ, વાપી ઍ નવેમ્બર-૨૦૨૪ માં ફોન કરીને જણાવ્યું હતું કે, મારા મિત્રના પૈસા આવવાના છે. જે તમારા ખાતામાં જમા કરવાના છે. જેથી સાળી વિશ્વાસમાં આવી ગઈ અને બેંક ડિટેલ્સ મોકલી આપી હતી. બેંકમાં પૈસા જમા થતા ની સાથે જ સત્યમે પારનેરા બ્રાન્ચ પર જઈ ઇન્દ્રકલા ના ચેક અને ઍટીઍમ દ્વારા તમામ રકમ ઉપાડી લીધી હતી. સાઇબર ક્રાઇમ હોવા તેમ છતાં આર્થિક લાભ મેળવવા માટે સત્યમ સીંગે અજાણ્યા ઇસમો સાથે મળીને ગુનો કર્યો હતો. છેતરપિંડીના નાણાં પોતાના મળતીયાઓ સુધી પહોંચાડવાના મામલે પોલીસે કડક વલણ અપનાવ્યું છે. વલસાડ સાઇબર ક્રાઇમ પોલીસે આરોપી સત્યમ સિંગ વિરુદ્ધ ગુનો નોંધી આ કેસમાં સંડોવાયેલા કેટલાક મોટા સાઇબર માફિયાઓ ના નામો બહાર આવે તો નવાઈની વાત નથી.
