મજીગામમાં ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરવા ગયેલી મહિલા પર હુમલો
- byDamanganga Times
- 07 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી,તા.૦૬ ઃ ચીખલી તાલુકાના મજીગામ ખાતે ઉછીના આપેલા નાણાં લેવા ગયેલી મહિલા ઉપર યુવાને મહિલાના માથામાં કુહાડીના ઘા ઝીકી દેતા મહિલાઍ તબીબી સારવાર લેવાની નોબત આવી છે.
ઘટનાની પ્રા માહિતી અનુસાર ચીખલી તાલુકાના ચીમલા ગામે રહેતા હિતેશ ઈશ્વર કોળી પટેલ ના ઓઍ ચીખલી તાલુકાના મજીગામ છાપરા ફળિયા ખાતે રહેતા દ્રસ્ટીક ઉર્ફે જીમી મંગુ પટેલને રૂપિયા ૧૬૦૦૦ ઉછીના આપેલ હોય જે ઉછીના નાણા હિતેશ પટેલની પત્ની પ્રિયંકા મજીગામ ખાતે લેવા ગઈ હતી તે વખતે દ્રષ્ટિક ઉર્ફે જીમીઍ પ્રિયંકા પટેલને નાલાયકગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપેલ તેમ છતાં પ્રિયંકા પટેલે ઉછીના આપેલા પૈસાની માંગણી કરતા જીમીઍ ઉશ્કેરાય જઈ પ્રિયંકા પટેલને માથાના ભાગે કુહાડીના જીવલેણ ઘા કરી દેતા ઇજાગ્રસ્ત પ્રિયંકા પટેલને સારવાર અર્થે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઘટનાની ફરિયાદ પ્રિયંકા પટેલના પતિ હિતેશ પટેલે ચીખલી પોલીસ મથકમાં આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
