Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

અોઝરપાડાનું ઍકલવ્ય મોડેલ સ્કૂલનું જર્જરિત મકાન નવું બનાવવા માંગ

અોઝરપાડાનું ઍકલવ્ય મોડેલ સ્કૂલનું જર્જરિત મકાન નવું બનાવવા માંગ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા.૦૬ ઃ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ઓઝરપાડા ગામે આવેલી ઍકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલનું મકાન અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ગંભીર ચિંતા ઉભી થઈ છે. આ મુદ્દે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (ફઘ્ભ્)ના વલસાડ જિલ્લા પ્રમુખ તથા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા પ્રાયોજના વહીવટદાર, વલસાડ સમક્ષ રજૂઆત કરી તાત્કાલિક નવી સ્કૂલ ઇમારતનું બાંધકામ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.

માહિતી મુજબ ઓઝરપાડા સ્થિત ઍકલવ્ય મોડેલ સ્કૂલમાં આશરે ૪૫૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. હાલનું મકાન ખુબ જ જર્જરિત સ્થિતિમાં હોવાથી ક્યારેક પણ કાટમાળ ધરાશાયી થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કોઈ દુર્ઘટના બને તો વિદ્યાર્થીઓના જીવનને જોખમ ઊભું થઈ શકે છે તેવી વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે. વાલીઓના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોવાને કારણે ઍક જ રૂમમાં ૨૫થી ૩૦થી વધુ વિદ્યાર્થીઓને રહેવું અને અભ્યાસ કરવો પડે છે, જેના કારણે અભ્યાસમાં વિક્ષેપ ઉભો થાય છે. ઉપરાંત હોસ્ટેલમાં શૌચાલય અને સ્નાનગૃહોની સંખ્યા પણ ઓછી હોવાથી વિદ્યાર્થીઓને રોજિંદી સુવિધાઓ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જાણવા મળે છે કે ઍકલવ્ય મોડેલ સ્કૂલ તથા કન્યા સાક્ષરતા નિવાસી શાળાના નવા બાંધકામ માટે ધરમપુર તાલુકાના લાકડમાળ ગામે અંદાજે ૮ હેક્ટર જમીન ફાળવવામાં આવી છે. પરંતુ જમીનની માપણી અને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ ન થતા હજુ સુધી બાંધકામ શરૂ થઈ શક્યું નથી. આ અંગે ફઘ્ભ્ વલસાડ જિલ્લા પ્રમુખ અને વિદ્યાર્થીઓના વાલીઓઍ તંત્રને રજૂઆત કરી તાત્કાલિક જમીનની માપણી પ્રક્રિયા પૂર્ણ કરી નવી સ્કૂલ ઇમારતનું બાંધકામ શરૂ કરવા માંગ કરી છે, જેથી વિદ્યાર્થીઓને સુરક્ષિત અને સુવિધાસભર વાતાવરણમાં અભ્યાસ કરવાની તક મળી શકે.