Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ગણદેવી નાંદરખાના મિહિર પટેલે યુપીઍસસીમાં ૭૦૯ રેન્ક મેળવ્યો

ગણદેવી નાંદરખાના મિહિર પટેલે યુપીઍસસીમાં ૭૦૯ રેન્ક મેળવ્યો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

બીલીમોરા, તા.૬ ઃ શ્ભ્લ્ઘ્(યુનિયન પબ્લિક સર્વિસ કમિશન)ઍ શુક્રવારે સિવિલ સર્વિસીસ પરીક્ષા-૨૦૨૫નું અંતિમ પરિણામ જાહેર કર્યું હતું. જેમાં સુરતમાં સબ રજિસ્ટ્રાર ગ્રેડ-૧ તરીકે ફરજ બજાવતા મૂળ નવસારી જિલ્લાનાં ગણદેવી તાલુકાના નાંદરખા ગામના ૨૬ વર્ષીય મિહિર પટેલે ઓલ ઇન્ડિયા રેન્ક(ખ્ત્ય્)૭૦૯ હાંસલ કરી ઝળહળતી સિદ્ધી મેળવી છે.

હાલ સુરત બહુમાળી ભવનમાં મદદનીશ નોંધણી સર નિરીક્ષકની કચેરી-સુરતના તાબા હેઠળની સબ રજિસ્ટ્રાર કચેરી-ઉધનામાં સબ રજિસ્ટ્રાર(ગ્રેડ ૧) વર્ગ-૩ તરીકે ફરજ બજાવતા મિહિર રાજેન્દ્રભાઈ પટેલના પરિવારમાં મમ્મી ભાવનાબેન અને મોટી બહેન ધ્રુવીબેન છે. તેમણે વર્ષ ૨૦૨૦માં ગ્.ચ્ ઇન ત્વ્ની સ્નાતક ડિગ્રી મેળવી ઍ જ વર્ષે અમદાવાદ સ્પીપામાં સિવિલ સર્વિસીસ પરીક્ષાની તૈયારી માટે પ્રવેશ મેળવ્યો હતો. ૧ વાર નિષ્ફળતા, ૩ વાર પ્રિલિમ્સ પાસ કર્યા બાદ પાંચમાં પ્રયાસે મિહિરે ખ્ત્ય્ ૭૦૯ મેળવી પરિવાર સહિત રાજ્યને ગૌરવ અપાવ્યું છે. વીતેલા ૬ વર્ષથી શ્ભ્લ્ઘ્ની પરીક્ષાની તૈયારી કરતા મિહિરે કહ્નાં કે, પિતા સ્વ.રાજેન્દ્રભાઈના આગ્રહથી હું નાનપણથી જ નિયમિત ન્યુઝ પેપર વાંચતો હતો. અને તેમાં છપાતા કલેકટર કે કમિશનરના લેખોમાં તેમણે કરેલા અભ્યાસ, સંઘર્ષભર્યા પરિશ્રમથી ખૂબ પ્રેરણા મળતી હતી. કોલેજના અભ્યાસ દરમિયાન જનરલ નોલેજ, કરંટ અફેર્સના વાંચનની ઘરેડ પાડી હતી. તેમણે કહ્નાં કે, મારી મમ્મી સરકારી શાળામાં શિક્ષિકા છે અને મારા સ્વર્ગસ્થ પિતા હંમેશાથી મને મોટાં સરકારી અધિકારી બનાવવા માંગતા હતા. પરિવારે સતત મારા ધ્યેય તરફ આગળ વધવાની પ્રેરણા આપી હતી અને આખરે સફળતા મળી છે.

પોતાની વિશેષ તૈયારી માટે તેમણે કહ્નાં કે, શ્ભ્લ્ઘ્માં સફળતા માટે શિસ્તબદ્ધ નિયમિત તૈયારી, સકારાત્મક અપ્રોચ અને સારું મિત્ર વર્તુળ અત્યંત આવશ્યક છે. શિસ્તબદ્ધ તૈયારી તમને અપડેટેડ રાખે છે. સકારાત્મક અપ્રોચ નિરાશાથી બચાવે છે અને સારું મિત્ર વર્તુળ સતત આગળ વધવા અને વધુ સારું કરવા પ્રોત્સાહન આપે છે. જે શ્ભ્લ્ઘ્ જેવી પરીક્ષામાં સફળતા મેળવવા મૂળ મંત્ર જેવા છે. મિહિરે કહ્નાં કે, પરીક્ષાના સમય પ્રમાણે હું સાાહિક, માસિક અને દૈનિક આયોજન કરી વાંચન કરતો હતો. સાથે જ ભવિષ્યમાં શ્ભ્લ્ઘ્ સહિતની જાહેર સેવાઓને પરીક્ષાઓમાં સિદ્ધિ મેળવવા ઈચ્છતા અન્ય યુવાઓને તેમણે સ્વનિરીક્ષણ અને સતત અપગ્રેડેશન સાથે પરિણામલક્ષી નહીં, પરંતુ પ્રયત્નલક્ષી પરિશ્રમ કરવા શીખ આપી હતી. કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ, ડો. સનમ પટેલ, શાંતિલાલ પટેલ, સરપંચ ચંદ્રકાન્ત પટેલ, ઉત્કર્ષ પટેલ સહિત અગ્રણીઓ ઍ અભિનંદન પાઠવ્યા હતા.