વાપીમાં વિકસિત ભારત યુથ પાર્લામેન્ટનો શુભારંભ
- byDamanganga Times
- 07 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૬ ઃ ભારત સરકારના યુવા કાર્ય અને ખેલ મંત્રાલયના ફલેગશિપ પ્રોગ્રામ અંતર્ગત ‘માય ભારત’ (પ્ળ્ ગ્ર્ત્ર્ીર્શ્વીદ્દ) વલસાડ દ્વારા આજે ૬ માર્ચ, ૨૦૨૬ના રોજ વાપીની કે.બી.ઍસ. કોમર્સ ઍન્ડ સાયન્સ કોલેજ ખાતે *‘વિકસિત ભારત યુથ પાર્લામેન્ટ ૨૦૨૬’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના કેબિનેટ નાણા મંત્રી કનુભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્ના હતા. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કર્યા બાદ ઉપસ્થિત યુવા સંસદીયોને સંબોધતા *નાણામંત્રી કનુભાઈ દેસાઈઍ* જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના ‘વિકસિત ભારત ક્૨૦૪૭’ના સ્વપ્નને સાકાર કરવામાં યુવાનોની ભૂમિકા સૌથી મહત્વની છે. તેમણે સહભાગી યુવાનોને રાષ્ટ્રના વિકાસમાં સક્રિય ફાળો આપવા અને વિકસિત ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થવા પ્રેરિત કર્યા હતા.
આ યુથ પાર્લામેન્ટમાં વલસાડ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આવેલા યુવાનોઍ રાષ્ટ્રીય મહત્વના વિષયો પર ગહન ચર્ચા કરી હતી. સ્પર્ધાના અંતે નિર્ણાયકો દ્વારા વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી. આ જિલ્લા કક્ષાના વિજેતાઓ હવે આગામી સમયમાં યોજાનારી રાજ્ય કક્ષાની યુથ પાર્લામેન્ટમાં વલસાડ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
આ પ્રસંગે ભારત સરકારના માય ભારત વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર સચિન શર્માઍ યોજનાની રૂપરેખા આપી હતી. વાપી ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશનના પ્રમુખ સતીશભાઈ પટેલે ઔદ્યોગિક વિકાસમાં યુવા શક્તિના મહત્વ પર ભાર મૂક્યો હતો. ભાજપ વાપી શહેર પ્રમુખ મનીષભાઈ દેસાઈઍ યુવાનોને સંગઠિત થઈ દેશસેવામાં જોડાવા આહવાન કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન માય ભારતના સ્વયંસેવક *ગણપત સિંહ રાઠોડ અને ઍન.ઍસ.ઍસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ ખુશ્બુબેન દેસાઈ અને ઍમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે ગણપત સિંહ રાઠોડે અગાઉ ‘વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ ૨૦૨૬’ માં વલસાડ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી ગૌરવ વધાર્યું છે. આ કાર્યક્રમમાં હરિયા ઍજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી ઍ. કે. શાહ અને કે.બી.ઍસ. કોલેજના પ્રિન્સિપાલ શ્રીમતી પૂનમબેન ચૌહાણ સહિત અન્ય મહાનુભાવો, અધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્ના હતા.
