Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

સેલવાસમાં જીલ્લા કક્ષાના રમતોત્સવનો પ્રારંભ

સેલવાસમાં જીલ્લા કક્ષાના રમતોત્સવનો પ્રારંભ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સેલવાસ, તા. ૦૬ ઃ દાદરા નગર હવેલી પ્રશાસન અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે સેલવાસ સ્થિત સ્ટેડિયમ ગ્રાઉન્ડ ખાતે ડિસ્ટ્રિક્ટ લેવલ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયતના સીઇઓના હસ્તે કરવામાં આવ્યું હતું.આ ખેલ મહોત્સવમાં જિલ્લાના વિવિધ શાળાના વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્પર્ધામાં તેવા ખેલાડીઓ ભાગ લઈ રહ્ના છે જેઓ અગાઉ સ્કૂલ લેવલ અને ઝોન લેવલની સ્પર્ધાઓમાં વિજેતા બની જિલ્લા સ્તર સુધી પહોંચ્યા છે.જિલ્લા સ્તરની આ રમતોત્સવ સ્પર્ધામાં નગરપાલિકા વિસ્તારની શાળાઓ તેમજ જિલ્લા પંચાયત હેઠળ આવતી શાળાઓના બે હજારથી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્ના છે. ખેલ મહોત્સવ દરમિયાન ઍથ્લેટિક્સ સહિત વિવિધ રમતોની સ્પર્ધાઓ યોજાશે, જેથી વિદ્યાર્થીઓને પોતાની રમતગમત પ્રતિભા પ્રદર્શિત કરવાની તક મળશે.આ અવસરે શાળાના આચાર્યો, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહી ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું હતુ.