અબ્રામાની સોસાયટીમાં ગેરકાયદે દુકાનો સામે જીલ્લા મેજીસ્ટ્રેટને ફરિયાદ
- byDamanganga Times
- 07 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૬ ઃ વલસાડ નગરપાલિકાના અબ્રામા આવેલ દર્પણ કો.ઓ. હાઉસિંગ સોસાયટીમાં ગેરકાયદેસર રીતે દુકાનો તાણી બાંધતા વોર્ડ નંબર ત્રણના જાગૃત સભ્યોઍ જે અંગે વલસાડ જિલ્લા રજીસ્ટાર વલસાડ પાલિકા અને કલેકટરને લેખિત રજૂઆત કરી આ દુકાન બંધનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
વલસાડ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા અબ્રામાના અંબાજી નગર સોસાયટીના રહીશ અને વોર્ડ નં.૩ ના નગરપાલિકા ભાજપના સભ્ય જીજ્ઞેશ ડાહ્નાભાઈ પટેલે વલસાડ જિલ્લા રજીસ્ટાર કચેરી, વલસાડ નગરપાલિકા ચીફ ઓફિસર અને વલસાડ જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત તરીકે વલસાડના પોલીસ હેડ ક્વાર્ટર્સ પાસે આવેલી દર્પણ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિ. દર્પણ સોસાયટી ને માત્ર રહેણાંક હેતુ માટે ફાળવવામાં આવેલી જમીન છે. તેમ છતાં, સોસાયટીના પોલીસ હેડ ક્વાર્ટર્સ રોડને અડીને આવેલા કેટલાક સભ્યોઍ પોતાની રહેણાંક જમીનમાં શરતભંગ કરીને પાકી દુકાનો તાણી બાંધી છે. આ દુકાનોમાં સભ્યો જાતે ધંધો કરવા ઉપરાંત અન્ય વ્યક્તિઓને ભાડે આપી વ્યાપારી પ્રવૃત્તિઓ ચલાવી રહ્ના છે. આ બાબતે સોસાયટીના પ્રમુખને અગાઉ જાણ કરવામાં આવી હતી, પરંતુ તેમના દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતા આખરે તંત્ર સમક્ષ ન્યાયની માંગ કરવામાં આવી છે. આ ગેરકાયદે કોમર્શિયલ પ્રવૃત્તિઓને કારણે રોડ પર ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે. આ દુકાનો મુખ્ય માર્ગને અડીને આવેલી હોવાથી ગ્રાહકો પોતાના વાહનો રોડ ઉપર આડેધડ ર્પાકિંગ કરતા હોય જેને લઇ અકસ્માત નો ભય સતાવી રહ્ના છે. તો આ ઉપરાંત રહેણાંક વિસ્તારમાં અજાણ્યા લોકોની અવર-જવર વધતા સ્થાનિક રહેશો માટે મોટો ન્યુસન્સ ઊભું થઈ રહ્નાં છે. નગરપાલિકા સભ્યઍ રહેણાંક હેતુની જમીનમાં થયેલ આ ગેરકાયદે બાંધકામ સામે તાત્કાલિક શરતભંગની કાર્યવાહી કરવામાં આવે અને સોસાયટીના પ્રમુખને સૂચના આપી આ પ્રવૃત્તિઓ સત્વરે બંધ કરાવવામાં જો તંત્ર દ્વારા આ બાબતે કડક પગલાં લેવામાં નહીં આવે તો રહીશોની સુરક્ષા અને સુવિધા જોખમાશે તે નક્કી છે.
