વાપીના ઉદ્યોગોમાં પીઍનજી ગેસ પુરવઠામાં ૫૦ ટકા કાપ મુકતા મુશ્કેલી
- byDamanganga Times
- 07 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૬ ઃ ગુજરાત ગેસ કંપની દ્વારા ઉદ્યોગોને પુરા પાડવામાં આવતાં પીઍનજી ગેસના પુરવઠામાં તાત્કાલિક અસરથી મુકાયેલા ૫૦ ટકા કાપને દસ દિવસ મુલતવી રાખવા માંગ કરવામાં આવી છે. યુદ્ધનાકારણે સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે ઉદ્યોગોઍ અગાઉથી લીધેલા ઓર્ડર પુરા કરવામાં આ સ્થિતિ મોટું વિઘ્ન ઊભું કરી શકે તેમ હોવાથી સરકાર દ્વારા ગેસના વિકલ્પ તરીકે અન્ય સ્ત્રોતના ઉપયોગની મંજુરી આપવામાં આવે તેવી ઉદ્યોગકારો આશા રાખી રહ્ના છે.
ઇઝરાયેલ ઈરાન અને અમેરિકા દ્વારા હવાઈ હુમલા તેમજ યુદ્ધમાં અખાતી દેશો પર પણ તેની અસર જોવા મળી છે. જેના કારણે ઍક્સપોર્ટની સાથે લોજિસ્ટિક તેમજ ઈમ્પોર્ટ પર પણ તેની વિપરિત અસર પડી રહી છે. યુદ્ધ લંબાઈ શકે તેવી સંભવિત અસરને જોતાં ગુજરાત ગેસ સાથે કોન્ટ્રાક્ટ કરાયેલા ઉદ્યોગોને પુરા પાડવામાં આવતાં પીઍનજી ગેસના પુરવઠામાં તાત્કાલિક અસરથી ૫૦ ટકાનો કાપ મુકી દેવામાં આવ્યો છે. જેનો અમલ તા.૬ માર્ચથી લાગુ થયો છે જેમાં ફેબ્રુઆરીમાં ઉપયોગમાં લેવાયેલા વપરાશના ૫૦ ટકા જ ગેસ પુરવઠો આપવામાં આવશે. ગુજરાત ગેસના આ નિર્ણયથી વાપી જીઆઇડીસી તેમજ વલસાડ જિલ્લામાં આવેલા ઇન્ડસ્ટ્રીઝ ધરાવતા ઉદ્યોગકારોમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ છે.
ઉદ્યોગકારોનું માનવું છેકે તાત્કાલિક અસરથી મુકાયેલો આ કાપ તેમના ઉત્પાદન પર વિપરિત અસર પાડી શકે છે. આ અંગે ઉદ્યોગકારો વતી ગેસ કંપનીને ઇમેલ કરી તાત્કાલિક અમલ ન કરવા તેમજ ૫૦ „ કાપના સ્થળે ૧૦ „ કાપ મુકવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.
જોકે વાપી જીઆઇડીસી ખાતે આવેલા કેટલાક ઉદ્યોગોમાં સ્ટીમ આધારિત ઉત્પાદન થાય છે. તેમાં પણ ભાવ વધારો કરવામાં આવતા ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે તો કેટલાક ઉદ્યોગ બોઇલર આધારિત હોય છે. તેમાં પણ કોલસાનો ભાવ વધતા તેઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે જોકે આ અંગે વાપીમાં આવેલી કેમિકલ ઉત્પાદન કરતી કંપનીઓને રો મટીરીયલનો ભાવ વધારો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધવાનો તેમજ ઉત્પાદન ખર્ચ પણ વધી જતા બહુ વધારો થવાની શક્યતા ને લઇ મુશ્કેલીમાં પણ મુકાયા છે અને જો માલ તૈયાર થઈ ગયો હોય તેને વિદેશોમાં મોકલાવવા માટે પણ યુદ્ધના કારણે બંધ થાય તો ઉદ્યોગ કરો ખૂબ જ મુશ્કેલીમાં મુકાશે.
