વલસાડમાં સ્વ. મોરારજી દેસાઈની ૧૩૦ મી જન્મજયંતી ઉજવાઈ
- byDamanganga Times
- 07 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૬ ઃ ભારતના પૂર્વ વડા-ધાન અને વલસાડ શહેરની નજીકમાં આવેલા ભદેલી ગામની ધરતી પર જન્મેલા પૂ. મોરારજી દેસાઈની ૧૩૦મી જન્મ જયંતી ભદેલી ખાતે શ્રી મોરારજી દેસાઈ સ્મારક હોલમાં સાદગી અને શિસ્તપૂર્વક ઉજવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, સ્વ. મોરારજી દેસાઈની જન્મ તારીખ અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે લિપિયર મુજબ તારીખ ૨૯મી ફેબ્રુઆરીઍ આવે છે. પરંતુ ગુજરાતી કેલેન્ડર મુજબ તેમનો જન્મ ધૂળેટીના દિવસે થયેલ હોઇ તેમની જન્મજયંતી અંગ્રેજી કેલેન્ડર મુજબ નહી પરંતુ ગુજરાતી કેલેન્ડર મુજબ તિથિ પ્રમાણે દર વર્ષે ધુળેટીને દિવસે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે મોરારજી દેસાઈ સ્મારક સમિતિના કાર્યકારી અધ્યક્ષ અને આ ગામના વતની તથા નિવૃત કલેકટર (આઈઍઍસ) આર.જે. પટેલે આ સમિતિના ગઠન પાછળના હેતુઓ સમજાવ્યા હતાં. મુંબઈથી પધારેલ જાણીતા પત્રકાર વિનીત શુકલે ઍક પત્રકાર તરીકે તેઓના સાક્ષાત્કાર (ઇન્ટરવ્યુ) અંગેના સંસ્મરણો જણાવ્યા હતાં. તથા આ મહા માનવની સ્મૃતિઓ જાળવી રાખવાનો જે પ્રયાસ થયો છે તે માટે સમિતિ અને ગ્રામજનોને હૃદયપૂર્વકના અભિનંદન આપ્યા હતાં. આ પ્રસંગે શાળાના આચાર્ય અલ્પેશભાઈ લાડ તેમજ શાળાની બાળાઓ અને શિક્ષકોઍ પૂજ્ય મહાત્મા ગાંધીજીના ભજન વૈષ્ણવ જન તો તેને રે કહીઍ ગાઇને પ્રસંગને પ્રેરણાદાયી બનાવ્યો હતો. કાર્યક્રમમાં ગામના મોહનભાઈ ટંડેલ અને શાળાની બાળાઓઍ પ્રાસંગિક પ્રવચન અને માછી સમાજના અગ્રણી જગુભાઈ ટંડેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. ગામના અગ્રણી અને ગાંધીવાદી નટુભાઈ દેસાઈઍ તેમની જૈફ ઉમર હોવા છતાં ઉપસ્થિત રહીને સૌને આશીર્વચન આપ્યા હતાં. વલસાડના માજી મદદનીશ તિજોરી અધિકારી સુરેશભાઈ લાડે સમગ્ર કાર્યક્રમનું સંકલન અને આભારવિધિ શાળાના આચાર્ય અલ્પેશભાઈ લાડે કરી હતી.
આ પ્રસંગે ભદેલીના સરપંચ અને ભદેલી દેસાઈ પાટીના ઉપસરપંચ તથા વિશાળ સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્ના હતા. અંતમાં રાષ્ટ્રગીત ગાઈને સમારંભને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.
