વલસાડ બીડીસીઍ દ્વારા અન્ડર-૨૩ તથા સીનીયર ટીમ ક્રિકેટ સિલેક્શન યોજાશે
- byDamanganga Times
- 07 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૬ ઃ ગુજરાત ક્રિકેટ ઍસોશીઍસન દ્વારા આયોજિત ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ટુર્નામેંટ માટે વલસાડ જિલ્લાની ક્રિકેટ ટીમ માટે બલસાર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ઍસોસીઍશન દ્વારા અન્ડર-૨૩ ટીમ તથા સીનીયર ટીમનાસીલેક્શનનું આયોજન તારીખ ૦૭-૦૩-૨૦૨૬ ને શનિવારના રોજ કરવામાં આવ્યું છે. જે ખેલાડીની જન્મતારીખ ૩૧-૮-૨૦૦૭ કે તે પહેલા હોય તેવા ખેલાડીઓજ ભાગ લઇ શકશે. ઉપરોક્ત સીલેક્શનમાં ભાગ લેવા ઈચ્છુક ખેલાડીઓઍ તારીખ ૦૭/૦૩/૨૦૨૬ને શનિવારે ક્રિકેટ યુનીફોર્મ (સફેદ)માં પોતાના કીટ સાથે સરદાર પટેલ સ્ટેડિયમ, વલસાડ ખાતે સવારે ૮ઃ૦૦ કલાકે હાજર રહેવા બીડીસીઍના મંત્રી જનકભાઈ દેસાઈ ઍક અખબાર યાદીમાં જણાવે છે.
