વાપીના આર.ઍસ.ઍસ. ના કાર્યકર્તા શ્રીકૃષ્ણદેવ ચૌબેનું નિધન
- byDamanganga Times
- 07 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૬ ઃ વાપી પંથકના રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના અદના કાર્યકર્તા અને વાપી નગરના પૂર્વ નગર કાર્યવાહક શ્રીકૃષ્ણ દેવ સત્યનારાયણ ચૌબે બાળપણથી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કર્યામાં જોડાયેલા હતાં. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના ઘ્વારા ચાલતા વિવેક સાાહિકનું વાપીનું કામ તેવો સાંભળતા હતાં. સામાજિક સેવાના કાર્યમાં હંમેશા અગ્રસર રહેતા. રાષ્ટ્ર સેવા ઍજ પ્રભુ સેવામાં માનતા હતાં. તેઓઍ દેશમાં અને ગુજરાત રાજ્યમાં કુદરતી હોનારત કે ભૂકંપ જેવા કપરાકારમાં પણ લોકોની સેવા કરી હતી ઉતર ભારતીય ભ્રમ સમાજના કાર્યમાં પણ જોડાયેલ હતાં. સંઘઠને શક્તિ મંત્રને ચરિતાર્થ કરવાના કાર્યમાં નિરંતર કાર્ય કરતા હતાં. શ્રીકૃષ્ણ ચૌબેજીનું ગત તા.૫ -૩-૨૦૨૬ને ગુરૂવારના રોજ અચાનક હાર્ટ અટેક આવતા તેમનું નિધન થયું હતું. તેઓ સમગ્ર વાપીના આનંદ નગર છરવાડા રોડ તેમજ સમગ્ર વાપી અને તેની આજુબાજુના વિસ્તારોમાં પણ ખૂબ જ જાણીતા હતાં.
