વલસાડના વલંડીમાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવાયું
- byDamanganga Times
- 07 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૬ ઃ વલસાડ તાલુકાના વલંડી ગામમાં પ્રાકૃતિક ખેતી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટીપીઍમ શિવાની ગઢવી, ટીના પટેલ અને પ્રગતિશિલ ખેડૂત નિતેશભાઈઍ ખેડૂતોને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી હતી. પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત અને ઘન જીવામૃતના ઉપયોગથી થતા ફાયદા વિશે ખેડૂતોને સમજાવવામાં આવ્યું હતું.
પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં દેશી અળસિયાઓની ભૂમિકા બહુ જ મહત્વપૂર્ણ હોય છે. દેશી ગાય આધારિત ખેતી કરવાથી જમીનને ફળદ્રુપ અને તંદુરસ્ત બનાવી શકાય છે. દેશી ગાય આધારિત ખેતી કરવાથી આપણે ઝેર મુક્ત ઉત્પાદન લઈ શકીઍ છીઍ તે અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રાકૃતિક ખેત પેદાશોનું વેલ્યુ ઍડિસન કરી તેનું મૂલ્ય વર્ધન કરીને વધુ આવક મેળવી શકાય તે માટેની માહિતી આપવામાં આવી હતી
