Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ધરમપુરમાં રાજસ્થાન સમાજ દ્વારા હોળી સ્નેહમિલન સમારોહ યોજાયો

ધરમપુરમાં રાજસ્થાન સમાજ દ્વારા હોળી સ્નેહમિલન સમારોહ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૦૬ ઃ વલસાડ જિલ્લાના ધરમપુર પંથકમાં ધૂળેટી પર્વ નિમિત્તે રાજસ્થાન સમાજ તથા પોલીસ કર્મીઓ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

ધરમપુરમાં ખારવેલ બી.આર. ઇન્ટરનેશનલ સ્કૂલના મેદાન ખાતે શ્રી રાજસ્થાન મિત્ર મંડળ, ધરમપુર દ્વારા ધૂળેટી પર્વની રંગબેરંગી ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ડીજેના તાલે યુવાનો તથા સમાજના લોકો રંગોત્સવમાં ઝૂમી ઉઠ્યા હતા. 

આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, પાલિકા પ્રમુખ મયંક મોદી, બાંધકામ ચેરમેન સમીપ રાચં સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં પર્વની આનંદમય ઉજવણી કરવામાં આવી હતી. તે ઉપરાંત ધરમપુર પોલીસ મથકે પણ પોલીસ કર્મીઓ દ્વારા ધૂળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. પીઆઈઍન ઝેડ ભોયા, પીઍસઆઈ વસાવા ઍઍસઆઈ મહેશ પટેલ સહિત પોલીસ કર્મીઓઍ ઍકબીજાને રંગ લગાવી પરસ્પર શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે સૌઍ પરસ્પર સૌહાર્દ અને ભાઈચારો જળવાઈ રહે તેવી શુભેચ્છાઓ સાથે ધૂળેટી પર્વની આનંદમય ઉજવણી કરી હતી.