વાપી નહેરુ સ્ટ્રીટના શ્રી લબ્ધિસૂરિજી જ્ઞાન મંદિરમાં ધર્મસભા યોજાઈ
- byDamanganga Times
- 07 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૬ ઃ વાપી ટાઉન નહેરુ સ્ટ્રીટ ખાતે આવેલ શ્રી લબ્ધિસૂરિજી જ્ઞાનમંદિરમાં જૈનાચાર્ય પૂ. પદ્મદર્શનસૂરિજી મહારાજ અને પૂ. મુનિશ્રી પ્રેમદર્શનજી મહારાજની પાવન નિશ્રામાં ધર્મસભાનું આયોજન થયું હતું. આ રૂડા અવસરે પૂ. આચાર્ય શ્રી પદ્મદર્શનસૂરિજી મહારાજે જણાવ્યું હતું કે, જ્યાં જવાનું હોય તેની આપણે તૈયારી કરતા હોઈઍ છીઍ ઍ જ રીતે અહીંથી જ્યાં જન્મ લેવાનો છે. ત્યાંની પણ તૈયારી કરવી જોઈઍ. વર્તમાનનો જ વિચાર કરવાનો નથી, ભવિષ્યની પણ વિચારણા કરવી જોઈઍ. પુણ્યનો બગાડ ન કરવો જોઈઍ અને તમારા પ્રભાવનો પણ બગાડ ન કરવો જોઈઍ. વર્તમાનને સેટ કરવા પુણ્યથી મળેલી સંપત્તિનો બેફામ ઉપયોગ કરવાથી ભવિષ્ય ધૂંધળું બની જશે. તમારા સંતાનો અને પરિવાર સંબંધી ભવિષ્યની વિચારણા કરવી જરૂરી છે. અત્યારે તો સંસ્કાર કરતાં પણ સંપત્તિની વધુ ચિંતા થઈ રહી છે. સંસ્કારધનઍ શ્રેષ્ઠ કક્ષાનું ધન છે. સંસ્કારોની હોળી થશે તો જીવન ઉદ્યાનને બદલે ઉકરડો બની જશે.
જીવનને નંદનવન બનાવવા માટે જે કાર્ય તમે કરી રહ્ના છો તેમાં પુરા રસ સાથે કામ કરો. દરેક વ્યક્તિઍ પોતાની જે ડ્યુટી હોય તે બરાબર બજાવવી જોઈઍ.
સમર્પિત વ્યક્તિ જ જીવનમાં સફળ થાય છે. અર્જુન શ્રીકૃષ્ણને સંપૂર્ણ સમર્પિત હતા માટે જ કુરુક્ષેત્રના મેદાનમાં વિજય થયો હતો. નાના માણસોઍ વડીલોની મર્યાદા જાળવવી જોઈઍ. સાસુ-વહુ કે બાપ-દીકરા વચ્ચે સમર્પણ હોય તો સંઘર્ષ કે સંક્લેશને કોઈ અવકાશ નથી. જ્યાં સમર્પણ છે ત્યાં સિદ્ધિ છે. શંબૂક પોતાની માને સમર્પિત રહ્ના નહીં માટે સાધના નિષ્ફળ ગઈ અને મૃત્યુ થયું.
