વલસાડમાં સાંસદના નિવાસ્થાને ધૂળેટી રંગોત્સવ કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 06 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૫ ઃ વલસાડ ડાંગ જિલ્લાના સાંસદના વલસાડ અબ્રામા આવેલા નિવાસ્થાને હોળી ધુળેટી પરવા નિમિત્તે રંગોત્સવ કાર્યક્રમ રાખવામાં આવતા ધરમપુર કપરાડાના ધારાસભ્ય જિલ્લા ભાજપ પ્રમુખ, હોદ્દેદારો, કાર્યકર્તાઓ, પત્રકારો રંગે રંગાઈ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતાં.
વલસાડ ડાંગ જિલ્લાનો સાંસદ અને લોકસભા દંડક ધવલભાઇ પટેલના તેમના વલસાડના અબ્રામા મણિબાગના નિવાસ્થાને આજરોજ હોળી ધુળેટી પર્વ નિમિત્તે રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદ ધવલભાઇ પટેલના નિવાસ્થાને રાખવામાં આવેલા રંગોત્સવ કાર્યક્રમમાં ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, વલસાડ જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા, તેમજ ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતાં. રંંગોત્સવ કાર્યક્રમમાં ડીજેના તાલે કાર્યકર્તાઓ ધારાસભ્યો સાંસદ સહિત ઉપસ્થિત તમામ લોકો જૂની ઊઠ્યા હતાં અને ઍકબીજાને ગુલાલ લગાવી થોડી ધુળેટી પર્વની શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજા, પ્રાંત અધિકારી વિમલભાઈ પટેલ, વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો અધિકારીઓ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્ના હતાં.
