Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

તિથલ દરિયા કિનારે ધૂળેટી પર્વની ઉજવણી

તિથલ દરિયા કિનારે ધૂળેટી પર્વની ઉજવણી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૫ ઃ હોળી ધુળેટીના પરવા નિમિત્તે જાહેર રજા હોવાથી ધુળેટીના દિવસે કેટલાક પરિવારો મિત્રો કે પોતાની ટીમ સાથે તિથલના દરિયા કિનારે આવી ઍકબીજા પર કલર નાંખી ધુળેટીના પર્વની ઉજવણી કરી હતી. તો બીજી તરફ વલસાડમાં વર્ષોથી રહેતા નેપાલની મહિલાઓઍ તિથલ બીચ પર પોતાની સાંસ્કૃતિ મુજબ ગરબા રમી ઉપસ્થિત લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

 હોળી ધુળેટીના પરવા નિમિત્તે જાહેર રજા હોવાથી વલસાડ નજીકના તિથલ દરિયા કિનારે  બપોર બાદ સ્વામિનારાયણ મંદિરથી સાંઈબાબા મંદિર સુધીના દરિયા કિનારા પર વલસાડની આજુબાજુ તેમજ બહારથી સહેલાણીઓ મોટી  સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં. જોકે તિથલ દરિયા કિનારે ધુળેટી પર્વની ઉજવણી કરવા માટે પરિવારના સભ્યો મિત્રો ગ્રુપ બનાવી  દરિયા કિનારે ધુળેટી ઉજવણી કરવા    ઍકબીજાને ઍકબીજા પર કલર નાંખતા જોવા મળ્યા હતાં. તો કેટલાક લોકોઍ દરિયાના ધસમસતા ઉછળતા પાણીની લહેરમાં ન્હાવાની મજા માણી હતી. અત્યારે વલસાડના દરિયા કિનારે બીચ પર વલસાડ વિસ્તારમાં વર્ષોથી રહેતા નેપાલની મહિલાઓઍ પોતાની સંસ્કૃતિ મુજબ ગરબા રમતા ઉપસ્થિત લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. તો કેટલાક લોકોઍ આ નેપાલીયન મહિલાઓના ગરબાને પોતાના મોબાઈલમાં કેદ કરતા જોવા મળ્યા હતાં.