Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ઉમરગામમાં રાજસ્થાન સેવા સમિતિનું ધુળેટી નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

ઉમરગામમાં રાજસ્થાન સેવા સમિતિનું ધુળેટી નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા.૦૫ ઃ ઉમરગામ ખાતે રાજસ્થાન સેવા સમિતિ દ્વારા ધુળેટીના પાવન પ્રસંગે ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમરગામને કર્મભૂમિ બનાવી વર્ષોથી વસવાટ કરતા રાજસ્થાનના લોકો દ્વારા છેલ્લા ૨૫ વર્ષથી ધુળેટીના દિવસે આ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

કાર્યક્રમની શરૂઆત સંસ્થાના પ્રમુખ સોહનજી તેમજ પૂર્વ પ્રમુખ જવાહરસિંહ રાજપુરોહિત અને સંસ્થાના સભ્યો દ્વારા આમંત્રિત મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કરીને કરવામાં આવી હતી. કાર્યક્રમમાં આમંત્રણને માન આપી ધારાસભ્ય રમણભાઈ પાટકર, મુરલીભાઈ વર્મા, ઍપીઍમસી ડિરેક્ટર વિજયભાઈ પાટકર સહિત અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્ના હતાં.

કાર્યક્રમ દરમિયાન રાજસ્થાનની સમૃદ્ધ સંસ્કૃતિને ઉજાગર કરતાં પારંપરિક નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા. સાથે સાથે મહારાણા પ્રતાપ અને ઝાંસીની રાણીના શૌર્ય અને પરાક્રમોને નૃત્ય સ્વરૂપે જીવંત રીતે રજૂ કરવામાં આવ્યા હતાં. જેને ઉપસ્થિત લોકોઍ ભારે ઉત્સાહ સાથે નિહાળ્યા હતા. રાજસ્થાનથી ખાસ આવી પહોંચેલા કલાકારોઍ લોકગીતો અને પારંપરિક નૃત્યો રજૂ કરી સમગ્ર માહોલને રંગીન બનાવી દીધો હતો.

આ પ્રસંગે સંસ્થાની તરફથી કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપનાર દાતાઓ તથા આમંત્રિત મહેમાનોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમમાં અંદાજે ૬,૦૦૦ થી વધુ લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમનો આનંદ માણ્યો હતો.