યુઆઈઍની ચૂંટણીમાં ૩૪ ની ઉમેદવારી
- byDamanganga Times
- 06 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૦૫ ઃ ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશનમાં આજે ચૂંટણી અંતર્ગત ફોર્મ ભરવાની અંતિમ તારીખે કુલ ૩૪ ઉમેદવારોઍ ઉમેદવારી ફોર્મ જમા કરાવ્યા હતા. ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશનમાં યુવા ઇન્ડસ્ટ્રીયલ ટીમ અને સિટિઝન ટીમ વચ્ચે ખરા કરી નો જંગ જામે ઍવા સમીકરણો જણાઈ રહ્ના છે.
૨૦૦૦ કરતા વધુ ઉદ્યોગો ધરાવતા ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટમાં છેલ્લા ૫૦ વર્ષ કરતાં વધુ સમયથી યુ.આઈ. ઍ નેતૃત્વ પૂરું પાડી રહી છે. અનેક વિવાદો બાદ છેલ્લા ઍક દાયકાથી સંસ્થામાં સ્થિર શાસન સ્થપાયું છે. ગત બે ટર્મ માં યુવા ઇન્ડસ્ટ્રીયલ ટીમને જવલંત વિજય મળ્યો હતો. ઔદ્યોગિક વિસ્તારના હિતમાં યુવા ઇન્ડસ્ટ્રીયલ ટીમ ના કાર્યકાળ દરમિયાન ઉમરગામને ઍક નવી ઓળખ મળી છે. ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશન ના પ્રયાસો થકી ઉમરગામના લોકોને સુવિધા મળી રહે તે માટે હોસ્પિટલના નિર્માણ ની કામગીરી પણ થઈ રહી છે. આગામી બે વર્ષના કાર્યકાળમાં જીઆઇડીસી રહેઠાણ વિસ્તાર અને ઔદ્યોગિક વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ કેબલ, પ્લેગ્રાઉન્ડ ડેવલોપમેન્ટ, ઇન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટમાં ડમ્પિંગ ગ્રાઉન્ડ, ર્પાકિંગ પ્લોટ, વગેરે જેવી મહત્વની સુવિધાઓ બહાલ કરવાનો પડકાર નવી ટીમ સામે રહેશે.
ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશનની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાની અંતિમ તારીખે સાંજે પાંચ કલાકે ૩૪ જેટલા ઉમેદવારોઍ ઉમેદવારી નોંધાવી હતી.
૮ માર્ચ ન રોજ ફોર્મ ચકાસણી બાદ ફોર્મ પર ખેંચવાની તારીખ ૧૫ માર્ચ ની સાંજે ચિત્ર સ્પષ્ટ થશે. ચૂંટણીમાં યુવા ઇન્ડસ્ટ્રીયલ ટીમ અને સામે પક્ષે સિટિઝન ટીમ વચ્ચે મુકાબલો જામશે.
