Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ઉમરગામમાં જાહેરમાં ઠલવાતા ઘન કચરા અને કેમિકલ યુક્ત પ્રવાહી ચિંતાનો વિષય

ઉમરગામમાં જાહેરમાં ઠલવાતા ઘન કચરા અને કેમિકલ યુક્ત પ્રવાહી ચિંતાનો વિષય


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા.૦૫ ઃ ઉમરગામ તાલુકામાં ગ્રામીણ વિસ્તારોમાં ઔદ્યોગિક ઍકમો કાર્યરત છે. ઉમરગામ અને સરીગામ ઇન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટમાં આશરે ૩૦૦૦ કરતા વધુ ઍકમો સ્થપાયા છે. જીઆઇડીસી નિગમ દ્વારા ઔદ્યોગિક વિસ્તારમાં ડમ્પીંગ સાઈડ, ર્પાકિંગ પ્લોટ, સહિતની મહત્વની સુવિધાઓ બહાલ ન કરાતા ઉદ્યોગકારો સહિત ગ્રામીણ વિસ્તારના લોકો મુશ્કેલી વેઠી રહ્નાં છે. ગ્રામીણ વિસ્તારોમાં મુખ્યત્વે ખતલવાડ ગ્રામ પંચાયત વિસ્તારમાં ઘન કચરો તેમજ પ્રદુષિત પ્રવાહી વહેતું મૂકી પ્રદુષણ ફેલાવવાના અનેક બનાવો બન્યા છે. તાજેતરમાં કેમિકલ યુક્ત પ્રવાહી ઠાલવવા આવેલા ઈસમો સામે ગ્રામજનોઍ જાગૃતતા દાખવી પોલીસ હવાલે કર્યા હતા . અગાઉ તુંબ ગ્રામ પંચાયત વિસ્તારની ખાડીમાં પ્રદુષિત પ્રવાહી વહેતો થતા હજારોની સંખ્યામાં માછલી અમૃત હાલતમાં મળી આવી હતી. ઉદ્યોગોના વિકાસ સાથે ઉદ્યોગકારોને ડમ્પિંગ સાઈટ, ર્પાકિંગ પ્લોટ વગેરે જેવી મહત્વની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાય તે જરૂરી બને છે જેથી કરી તાલુકામાં જાહેર સ્થળો પર પ્રદુષણ ફેલાવતો અટકાવી શકાય છે.