સરીગામ જૈન સંઘ દ્વારા અક્ષત વધામણા કરાયા
- byDamanganga Times
- 06 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૦૫ ઃ આજે સરીગામ શ્રીજૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમા શ્રી પ્રેમસુરીશ્વરજી સમુદાયના પ.પૂ.આચાર્ય શ્રીમદ્ વિજય પ્રશાંતશેખર સુરીશ્વરજી ગુરુ મહારાજા પધાર્યા, ઍઓશ્રીનું ભવ્ય સામૈયું વાજતેગાજતે ઢોલનગારા સાથે શ્રી સરીગામ ભિલાડના જૈન શ્રાવક શ્રાવિકાઓ દ્વારા કરવામાં આવ્યું હતું,
પ.પૂ.આચાર્યશ્રીના કલ્યાણકારી ૫૪માં જન્મદિવસની ઉજવણી રૂપે સરીગામ જૈન સંઘ દ્વારા ગુરુવરના અક્ષત વધામણા કરવામાં આવ્યા હતાં.
કાર્યક્રમને અનુલક્ષીને સામૈયા બાદ વ્યાખ્યાનમાં ગુરુ ચરણે નમન વંદન કરી સહુંઍ વાક્ષેપ નંખાવી આશિર્વાદ લીધાં, બાદ ઉમરગામ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ નિરવભાઈ શાહ, ગૌસેવા કરતાં વિશ્વ હિન્દુ પરિષદના પિયુષભાઈ શાહ, અંકિતભાઈ શાહ સાથે હરિશભાઈ, ગૌતમભાઈ, હિતેશભાઈ, રાકેશભાઈ, મોદી મંચના મનમોહનજીને પ.પૂ. ગુરુવરે વિઘ્નો દૂર કરવા રક્ષણકવચ રક્ષાપોટલી બાંધી સમાજ કલ્યાણમાં આગળ વધવા આશિષ આપ્યા હતાં.
સાથે ભિલાડ જૈનસંઘના વિપુલભાઈ, યોગેશભાઈ, પ્રશાંતભાઈ સાથે ભિલાડ સંઘની બહેનો પણ સામૈયામાં ઉપસ્થિત રહ્નાં, આ કાર્યક્રમને સફળ બનાવવામાં કનકભાઈ લોઢા, જીગ્નેશભાઈ વકિલ, કમલેશભાઈ રાઠોડ, ભરતભાઈ રાણાવત, મનમોહનભાઈ, અજયભાઈ, નિતિનભાઈ, જીતુંભાઈ, રાકેશભાઈ, નિલેશભાઈ, કૈલાશભાઈ, બ્રિજેશભાઈ સહુંઍ ભેગામળી આયોજન કર્યું, ઍઓને પણ પ.પૂ.ગુરુ મહારાજે આશિર્વાદ આપી કલ્યાણકારી મંગલ થાઓની શુભેચ્છાઓ આપી હતી.
