Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

છીપવાડની રકતદાન શિબિરમાં ચાર કલાકમાં ૪૦ બોટલ લોહી ઍકત્ર

છીપવાડની રકતદાન શિબિરમાં ચાર કલાકમાં ૪૦ બોટલ લોહી ઍકત્ર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૫ ઃ ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે શ્રી નાની છીપવાડ યુવક મંડળ અને શ્રી વાવડી ગણેશ મહોત્સવ વલસાડ દ્વારા ૩૧મો રક્તદાન શિબિર સફળતાપૂર્વક યોજાયો જેમાં ૪ કલાકમાં જ ૪૦ જેટલી રકતબેગોનું રક્તદાન મેળવવામાં આવ્યું. આ કેમ્પ માં ૧૨ જેટલા રકતદાતાઓ રક્તની અલ્પતા ને કારણે પોતાનું રક્તદાન કરી શક્યા ન હતા. આ શિબિર માં ઉર્વીશ પ્રજાપતિઍ ૫૦મી વખત રક્તદાન કરતા આયોજકોઍ પુષ્પગુરછથી સન્માન કર્યું હતું. છેલ્લા ઘણા વર્ષોથી સતત સેવા અને સમર્પણ સાથે આ સંસ્થાઓ દ્વારા વર્ષમાં બે વખત નિયમિત રક્તદાન શિબિરો યોજાઈ રહી છે, જેનાથી વલસાડ અને આસપાસના વિસ્તારોમાં રક્તની જરૂરિયાત પૂરી કરવામાં મહત્વપૂર્ણ યોગદાન મળી રહ્નાં છે અને છેલ્લા ૧૬ વર્ષો દરમ્યાન ૩૦૦૦ થી વધુ રક્ત યુનિટ ઍકત્રિત કરી રકતદાન કેન્દ્રને સહયોગી થઇ રહ્ના છે. ૩૧મો રક્તદાન શિબિર નિયમિત રક્તદાતા સ્વ. હર્ષદરાય ભંડારીના પવિત્ર સ્મરણાર્થે સમર્પિત હતો. તેઓ વર્ષો સુધી રક્તદાન પ્રવૃત્તિઓને પ્રેરણા અને માર્ગદર્શન આપતા રહ્ના હતા. કાર્યક્રમ દરમિયાન તેમની સ્મૃતિમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમની માનવસેવાની ભાવનાને નમન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિર માં હાલમાં તાલુકા વિકાસ અધિકારી જૂનાગઢ થી નાયબ કલેક્ટર તરીકે બઢતી પામેલા  ડો રાજેન્દ્રસિંહ ઠાકોર , વેપારી મંડળના પ્રમુખ  તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્ના હતા. મહાનુભાવો દ્વારા રક્તદાનના મહત્ત્વ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું અને યુવાનોને નિયમિત રક્તદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

આ કેમ્પમાંરક્તદાતાઓઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો . ખાસ કરીને પ્રથમ વખત રક્તદાન કરનાર યુવાનોનો ઉમંગ અને સેવા ભાવ નોંધપાત્ર રહ્ના હતો.વર્ષોથી ચાલી રહેલી આ સેવા પ્રવૃત્તિ દ્વારા અનેક જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાયી સહાય મળી છે. અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ ( ખ્ય્ઝ઼જ્) અતુલ દ્વારા રક્તદાતાઓને -ોત્સાહક ભેટો અર્પણ કરી સેવા કાર્યમાં સહભાગી બન્યા હતાં. આયોજકો દ્વારા તમામ રક્તદાતાઓ, મહાનુભાવો અને વલસાડ રક્તદાન કેન્દ્રની ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો. રક્તદાન – મહાદાનના સંદેશ સાથે બન્ને સંસ્થાઓ વતી આયોજક શતક રકતદાતા ભીખુ ભાવસાર અને મિતેશ ભંડારી તથા ઍમની સમગ્ર ટીમ દ્વારા આવનારા સમયમાં પણ નિયમિત અને વધુ વ્યાપક સ્તરે રક્તદાન શિબિરો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.