Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ઉંટડી કોસ્ટલ હાઇવે પર અકસ્માત ઃ પતિનું મોત

ઉંટડી કોસ્ટલ હાઇવે પર અકસ્માત ઃ પતિનું મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૫ ઃ  વલસાડના ઉંટડી કોસ્ટલ હાઇવે પરથી જતા બીલીમોરા ના નવદંપતી ની બાઈક પૂર ઝડપે હંકારતા સ્ટીયરિંગ પરથી  કાબુ  ગુમાવી  બાઈક રોડ ની બાજુમાં પટકાતા પતિનું ઍ માથામાં ગંભીર ઈચ્છા થતા તેનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નીપજો જ્યારે પતિને સારવાર અર્થે વલસાડની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.  

વલસાડ તાલુકા  ઉંટડી નજીક કોસ્ટલ હાઈવે પર થી બીલીમોરા નો ભગવાન ટંડેલા અને તેમની પત્ની બાઈક  પર બેસી વલસાડ કામ અર્થે આવ્યા હતા જે બાદ તેઓ બાઈક પર પરત જતી વખતે  બાઇક    સવાર ભગવાનભાઈ ટંડેલ  બાઈક પૂર ઝડપે હંકારી   પસાર થઈ રહ્ના હતો તે દરમિયાન પતિઍ બાઈક પરથી  સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાતા બાઈક રોડની સાઈડમાં ખાબકી હતી. જેથી  પતિ ભગવાનભાઈ ટંડેલાને   પત્ની બન્ને રોડની બાજુમાં પટકાયા હતા. આ ઘટનામાં પતિ ભગવાન ટંડેલનું  ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું.

જ્યારે પત્ની ગંભીર રીતે ઇજાગ્રત થયા હતા. ઘટનાની જાણ થતા જ ગામના લોકો ઍકઠા થયા હતા અને પત્નીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બનાવની જાણ થતા ડુંગરી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી જે અંગે આગળની તજવીજ હાથ ધરી છે.