Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

તેજલાવમાં પરિણાતાઍ જંતુનાશક દવા ગટગટાવી

તેજલાવમાં પરિણાતાઍ જંતુનાશક દવા ગટગટાવી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ચીખલી, તા. ૦૫ ઃ ચીખલી તાલુકાના તેજલાવ ગામે ઍક પરિણીત મહિલાઍ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા જેને સારવાર માટે ડુંગરી વૈદ્યના દવાખાને દાખલ કરવામાં આવી હોવાની ફરિયાદ ચીખલી પોલીસ મથકે નોંધાવા પામી છે   બનાવની પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચીખલી તાલુકાના તેજલાવ આશ્રમ ફળીયા ખાતે રહેતી મયુરી મનીષ પટેલ ઉ.વ ૨૩ જેના લગ્નના પાંચ વર્ષ થયા હોય જેણે આજરોજ સવારના ૮ઃ૩૦ વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતે જંતુનાશક દવા પી લેતા જેને બેભાન અવસ્થામાં ડુંગરી વૈદ્યના દવાખાને સારવાર અર્થે દાખલ કરી હોવાની ફરિયાદ ડુંગરી હોસ્પિટલના ડોક્ટરે ચીખલી પોલીસ મથકે  કરી છે બનાવની વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.