વઘઈ-આહવા રોડ પર બાઈક સવારનું અકસ્માતમાં મોત
- byDamanganga Times
- 06 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા. ૦૫ ઃ ડાંગ જિલ્લાનાં વઘઈ-આહવા રોડ પર નડગખાદી ગામની સીમમાં ઍક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઍક ૩૩ વર્ષીય યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.મોટરસાયકલ સવાર યુવાને સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા બાઈક રોડની સાઈડમાં આવેલા લોખંડના પાઈપો સાથે અથડાઈને દીવાલ નીચે ખાબકી હતી.
મળતી માહિતી મુજબ, નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાટી ગામના રહેવાસી ગીરીશભાઈ સતુભાઈ પવાર (ઉં.વ. ૩૩) ગત તારીખ ૦૩/૦૩/૨૦૨૬ના રોજ પોતાની દીકરીને સાસરીમાં મૂકીને પરત ફરી રહ્ના હતા. રાત્રિના આશરે ૧૨ઃ૩૦ થી સવારના ૦૭ઃ૦૦ વાગ્યાના સમયગાળા દરમિયાન, નડગખાદી ગામ પાસેના વળાંકમાં તેમની હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (નંબર ઞ્થ્-૨૧-ઝ઼ચ્-૬૯૭૨) પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મોટર સાયકલ ચાલકના શરીરે આંખ, કપાળ અને નાકના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે બાદ અકસ્માતમાં તેમનું મોત નિપજ્યું હતુ.હાલમાં વઘઇ પોલીસની ટીમે મૃતદેહને પીઍમ (ભ્ંસ્ન્દ્દ-પ્ંશ્વદ્દફૂ) માટે વઘઈ સી.ઍચ.સી. ખાતે ખસેડવામાં આવ્યો હતો.વઘઈ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
