Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

મોતીવાડા પાસે દારૂ સાથે બે ઝડપાયા

મોતીવાડા પાસે દારૂ સાથે બે ઝડપાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) 

પારડી, તા. ૦૫ ઃ પારડી તાલુકાના મોતીવાડા ગામમાં ઓવરબ્રિજ પાસે દારૂનો મોટો જથ્થો વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ઝડપી પાડી ઝડપાયો બે આરોપી પકડી લીધા હતા ઍલ.સી.બી. વલસાડ, પેટ્રોલિંગ હતા દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે સફેદ રંગની મહીન્દ્રા બોલેરો પીકઅપ નં. ઞ્થ્-૨૬-વ્-૯૩૨૫ માં મોટી માત્રામાં ગેરકાયદેસર દારૂનો જથ્થો સુરત તરફ લઈ જવાઈ રહ્ના છે.

પોલીસે બે પંચોની હાજરીમાં નાકાબંધી ગોઠવી પીકઅપને અટકાવી તપાસ કરતા તેમાં કાળા તાડપત્રીમાં ઢાંકેલા બોક્સમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ  વ્હીસ્કી, વોડકા અને બિયરના સીલબંધ બોક્સ મળી આવ્યા હતા. કુલ ૩૩ બોક્સમાંથી ૧૨૨૪ બોટલ ટીન નો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. ૪,૮૨,૪૦૦ ગણાઈ છે દારૂ સાથે પીકઅપ વાહન (કિંમત અંદાજે રૂ. ૫ લાખ અને બે મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૯,૮૫,૯૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

પકડાયેલા આરોપીઓમાં મોહમદ સુફીયાન મોહમદ સઈદ બરકતવાલા રહે. સુરત ચાલક તથા રીતેશ ભરતભાઈ દેસાઈ રહે વલસાડ ક્લીનરનો સમાવેશ થાય છે બંને આરોપીઓઍ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે દમણ તરફથી દારૂ ભરાવી પલસાણા તરફ પહોંચાડવાનો હતો. આ મામલે દેવાંગ રાઠોડ રહે. વલસાડ નામના શખ્સની સંડોવણી સામે આવી છે, જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે પોલીસે આરોપીઓ સામે પ્રોહિબિશન ઍક્ટની કલમ  હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે.