Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વાપી આઈસીઍઆઇના ચેરમેન તરીકે સીઍ દીપિકા ગુટગુટિયાની વરણી કરાય

વાપી આઈસીઍઆઇના ચેરમેન તરીકે સીઍ દીપિકા ગુટગુટિયાની વરણી કરાય


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૫ ઃ  વાપીમાં ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા  ની વાપી શાખાના નેતૃત્વમાં પરિવર્તન આવ્યું છે. તાજેતરમાં વાપીના ભારતી બા વિલા ઍન્ડ રિસોર્ટ ખાતે યોજાયેલા ઍક સમારોહમાં ઘ્ખ્ દીપિકા ગુટગુટિયાઍ નવા ચેરપર્સન તરીકે વિધિવત શપથ ગ્રહણ કર્યા હતા. આ શપથ ગ્રહણ સમારોહમાં પ્રોફેશનલ જગતના નામાંકિત નેતાઓઍ હાજરી આપી હતી. જેમાં વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલ ના ચેરમેન સૌરભ અજમેરા, સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર જય છૈરા અને રિજનલ કાઉન્સિલ મેમ્બર શ્વેતા જૈન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્ના હતા.

આ ઉપરાંત, વાપી શાખાના પૂર્વ ચેરપર્સન જીજ્ઞેશ વસાણી, ગગન ચતુર્વેદી, વિમલ દેસાઈ અને હરેન્દ્ર કુમારે પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

સમારોહમાં ૭૫ થી વધુ સભ્યોની હાજરીમાં નવી ટીમે વાપી રીજનમાં વ્યાવસાયિક કૌશલ્ય વધારવા, સભ્યો વચ્ચે નેટર્વકિંગ મજબૂત કરવા અને ખાસ કરીને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કામ કરવાની -તિબદ્ધતા વ્યક્ત કરી હતી. 

તેમનું વિઝન અમારું વિઝન, સૌની પ્રગતિ છે. વાપી શાખાઍ આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ મહાનુભાવો અને સભ્યોનો આભાર માન્યો હતો. આ નવી નિયુક્તિ આગામી સમયમાં સંસ્થાના વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.