વલસાડના લીફટ અકસ્માતમાં સરદાર હાઈટસના રહીશોમાં ઍજન્સી સામે રોષ
- byDamanganga Times
- 06 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૫ ઃ વલસાડ ના તિથલ રોડ પર આવેલી સરદાર હાઈટસ સોસાયટીની બિલ્ડીંગોમાં છેલ્લા કેટલાક સમયથી લિફટ દુર્ઘટનાઓ બની રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં સતત ત્રણ લિફટ દુર્ઘટના બનતા રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો છે. હાઉસિંગની આ બિલ્ડીંગોમાં લિફટનું મેન્ટેનન્સ કરતી કરતી ખાનગી ઍજન્સીની બેદરકારીને કારણે જ દુર્ઘટનાઓ બની રહી હોવાના સ્થાનિકો અને સંચાલન કમિટી મેમ્બરો આક્ષેપ કરી રહ્ના છે.
વલસાડ શહેરના તિથલ રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ઍફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ હેઠળ સરદાર હાઈટ્સ નામની સોસાયટી બનાવવામાં આવી છે. આ બિલ્ડીંગોમાં ૧૮૪૦ થી વધુ ફલેટ આવેલા છે. જેમાં ૭,૦૦૦ થી વધુ લોકો રહે છે. આ હાઇરાઇઝ બિલ્ડીંગોમાં ઉપરના માળે ચડવા ઉતરવા ૩૬ જેટલી લીફટો લગાવેલી છે. જોકે છેલ્લા કેટલાક દિવસથી આ હાઈરાઇઝ બિલ્ડીંગોની લિફટમાં ખામી સર્જાતી હોવાના અને લોકોના જીવ જોખમમાં મૂકાતા હોવાના બનાવો સામે આવી રહ્ના છે. પ્રથમ બનાવો બિલ્ડીંગની લીફટમાં દૂધવાળો દૂધ આપવા જતી વખતે લિફટ અધવચ્ચે અટકી ગઈ ઘટના બની હતી અને લિફટનો દરવાજો નહીં ખુલતા દૂધવાળો લાંબા સમય સુધી લિફટમાં ફસાઈ ગયો હતો. તો બે દિવસ અગાઉ જ વત્સલ પંચાલ નામના વ્યક્તિ લિફટમાં આવતી વખતે ગ્રાઉન્ડ પર સાથે લિફટ તેમના માળ પર રોકાતા દરવાજો ખુલતા તેઓઍ પગ બહાર મુકતા જ અચાનક ડબલ સ્પીડે લિફટ ચાલુ થઈ ગઈ હતી. આથી વત્સલ પંચાલ તેમના ફલોર પર લિફટની બહાર નીચે પટકાયા હતા. તેના પછીના દિવસે બે બાળકીઓ લિફટમાં સવાર થઈ હતી ઍ દરમિયાન ત્રીજા માળે લિફટ રોકાતા લિફટનો અંદરનો દરવાજો ખુલી ગયો હતો.. પરંતુ બહારનો દરવાજો નહીં ખુલતા આ બાળકીઓ લિફટમાં જ ફસાઈ ગઈ હતી. લાંબા સમય સુધી આ બંને બાળકીઓ લિફટમાં જ ફસાઈ રહી હતી. આથી બિલ્ડીંગના દોડધામ મચી ગઈ હતી. લોકોઍ ભારે જહેમત બાદ બને બાળકીઓ ને સલામત બહાર કાઢી હતી. આમ સરદાર હાઈટ્સમાં આવેલી બિલ્ડિંગમાં લિફટ ની અલગ અલગ ત્રણ ઘટનાઓ બનતા સોસાયટીના રહીશોમાં ભારે રસ જોવા મળ્યો હતો.
સરદાર હાઈટ્સ નામની આ સોસાયટીમાં છત્રી જેટલી લીસ્ટો લગાવવામાં આવી હોય જેનો ઍન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ ઍન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ ઓમેગા ઍલીવેટર્સ કંપનીનેજ સોંપવામાં આવેલો છે. ઍન્યુઅલ મેન્ટેનન્સ ના નામે કંપની દર વર્ષે લાખો રૂપિયા વસુલે છે. જોકે તેમ છતાં અવારનવાર લિફટમાં ખામી હોવાથી દુર્ઘટનાઓ બનતા લોકોના જીવ જોખમમાં મુકાતા હોવાની વધી રહેલી ઘટનાઓને કારણે લોકોમાં રોષ જોવા મળ્યો છે. લિફટ ઍજન્સીની બેદરકારીને કારણે આવી અવારનવાર ઘટનાઓ બની હોવાનો આક્ષેપ કર્યો છે.
