પારડીમાં યોગ બોર્ડની બે દિવસીય યોગ શિબિરમાં ૩૦૦થી વધુ લોકો જાડાયા
- byDamanganga Times
- 04 March, 2026
(દમણગંગ ટાઈમ્સ)
પારડી, તા. ૦૩ ઃ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ‘‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’’ના સંકલ્પ સાથે વલસાડ જિલ્લાના પારડી તાલુકા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ ઉદ્યાનમાં બે દિવસીય તાલુકા કક્ષાની યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઍ યોગને વિશ્વ ફલક પર આગવું સ્થાન અપાયું છે તેને અનુસરીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના ‘‘હર ઘર યોગ’’ના સપનાને સાકાર કરવાના ઉમદા હેતુથી આ શિબિર યોજાઈ હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજીના કુશળ માર્ગદર્શન હેઠળ આયોજિત આ શિબિર પારડીમાં તા.૨૭ અને૨૮ ફેબ્રુ.ના રોજ યોજાઈ હતી. જેમાં ૩૦૦થી વધુ યોગ પ્રેમીઓઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ શિબિરમાં નગરપાલિકાના કારોબારી ચેરમેન ચેતન ભંડારી, અખિલ હિન્દ મહિલા પ્રેસિડેન્ટ મીના કોઠારી, પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય સંસ્થાના બી.કે પારુલ દીદી, આઈ.ટી.આઈ કોલેજ પ્રોફેસર સ્નેહલ નસિત, સિનિયર સિટીઝન સભ્ય પ્રકાશ શાહ, પારડી નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર મેહુલ પરમાર, નગરપાલિકાના સફાઈ કર્મચારી સુપરવાઇઝર પંકજભાઈ ઉપસ્થિત રહ્ના હતા. આ શિબિરમાં વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાન કરાવવામાં આવ્યા હતા. આ સાથે યોગ શિક્ષક બનવાની પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી. સમગ્ર શિબિરનું સંચાલન ઝોન કો-ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડેની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા કો ઓર્ડીનેટર પ્રીતિબેન વૈષ્ણવ, પારડી તાલુકાના યોગકોચ અને યોગ ટ્રેનરના સમન્વયથી આ શિબિર સફળ બની હતી. આ શિબિરના ફળ સ્વરૂપે આગામી માસમાં ૫૦થી વધુ લોકો યોગ ટ્રેનર તરીકે રજીસ્ટ્રેશન કરાવશે અને ૫૦થી વધુ સાધક યોગવર્ગમાં જોડાશે, ઉપરાંત નવા નિઃશુલ્ક વર્ગો ચાલુ થશે. આગામી દિવસોમાં પણ આ જ રીતે યોગ શિબિરનું શ્રુંખલાબંધ આયોજન કરવામાં આવશે. રૂરૂરૂ.સ્ન્કિં્કણુ.જ્ઞ્ઁ વેબસાઈટ પરથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેનરનું રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઇન ભરી શકાશે. વધુ માહિતી આ વેબસાઈટ પરથી મળી રહેશે ઍવું વલસાડ જિલ્લા કો-ઓર્ડીનેટર પ્રીતિબેન વૈષ્ણવે જણાવ્યું હતું.
